Arcelor Mittal challenges Surat court's judicial powers in HC over Essar debts
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • એસ્સાર કંપનીના લેણાં મુદ્દે આર્સેલર મિત્તલે સુરત કોર્ટની ન્યાયિક સત્તાને HCમાં પડકારી

એસ્સાર કંપનીના લેણાં મુદ્દે આર્સેલર મિત્તલે સુરત કોર્ટની ન્યાયિક સત્તાને HCમાં પડકારી

 | 8:43 am IST
  • Share

આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે (AMNS) સુરત કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરીને માગ કરી છે કે, ‘તેના અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (EBTL) વચ્ચે ર્સિવસ અને નોન-પેમેન્ટ્સના (કરોડો રૂપિયાના) મુદ્દાને લઈને જે વિવાદ છે, તેને આર્બિટ્રેટર (લવાદ) ટ્રિબ્યુનલ સમક્ષ ટ્રાન્સફર કરોે.

આ કેસમાં સુરત કોર્ટે તેમની અરજીને નકારેલી છે, જે હુકમ અયોગ્ય છે.’ હાઈકોર્ટે આ અપીલને અંતિમ સુનાવણી માટે બીજી ઓગસ્ટના રોજ રાખી છે. આ ઉપરાંત, હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, સુરત કોર્ટ આ મુદ્દા પરનો તેનો ચુકાદો નવ ઓગસ્ટ સુધી મુલતવી રાખે. હાઈકોર્ટમાં અરજદાર AMNSના સિનિયર કાઉન્સેલ હરીશ સાલ્વેની રજૂઆત હતી કે, ‘EBTL સાથેના તેમના વિવાદના ઉકેલ માટે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલની રચના થઈ ચુકી છે, ત્યારે આ કેસને ટ્રિબ્યુનલ સમક્ષ ટ્રાન્સફર કરો.

આ કેસમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ, આર્બિટ્રેટર ટ્રિબ્યુનલની રચના થયેલી છે. આજની સુનાવણીમાં સિનિયર કાઉન્સેલ અને કોંગી નેતા કપીલ સિબ્બલે પણ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન