Are you also a fan of snow? These places are special for you
  • Home
  • Top News
  • તમે પણ હિમવર્ષાના ચાહક છો ? તમારા માટે આ Place છે ખાસ

તમે પણ હિમવર્ષાના ચાહક છો ? તમારા માટે આ Place છે ખાસ

 | 1:03 pm IST
  • Share

  • ભારતને કુદરતી સૌંદર્શનો રાજા કહેવાય છે

  • દેશની સુંદરતા સ્વર્ગ સમાન મનાય છે

  • મનાલી, ઓલી, કાશ્મીર સહિતની જગ્યા છે બેસ્ટ

ભારતમાં એવા સ્થળો જ્યાં અત્યારે થઇ રહી છે હિમ વર્ષા ડિસેમ્બર એક એવો મહિનો છે જ્યારે ભારતના મોટાભાગના હિલ સ્ટેશનો બરફથી ઢંકાઈ જાય છે. ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં અત્યારે બરફ પડી રહ્યો છે, કારણ કે હિમવર્ષા અમુક ચોક્કસ મહિનામાં જ થાય છે, આ સમયે આ સ્થાનોમાં હિમ વર્ષાના ચાહકો ઉભરાઈ આવે છે.

ઓલી

ઓલીમાં ડિસેમ્બરમાં દરવર્ષે તાજો બરફ પડે છે, સ્કીઇંગના ચાહકો અહીં ઉમટી પડે છે. ઋષિકેશથી માત્ર 10 કલાકના અંતરે આ સ્થળ આવેલું છે, ઉત્તરાખંડમાં આવેલા ઓલીમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં સ્કી ચેમ્પિયનશિપન યોજાય છે. દિલ્હીથી પણ ઓલી સરળતાથી પહોંચી શકાય છે.

મુનસ્યારી

મુનસ્યારી દિલ્હીથી લગભગ 15 કલાકમાં પહોંચી શકાય છે અને ડિસેમ્બરના અંતમાં ત્યાં બરફ પડે છે. ડેરિંગ જેમને ગમતું હોય તેવા લોકો માટે દિલ્હીની નજીક આવેલા હિમવર્ષા માટેના સ્થળોમાંથી આ એક શ્રેષ્ઠ છે. અહીં દિવસ દરમિયાન લગભગ 4 ડિગ્રી જેટલું તાપમાન હોય છે.

મનાલી

અત્યારે મનાલીમાં બરફ પડી રહ્યો અને આ જગ્યાએ આખા દેશમાંથી પ્રવાસીઓની ભીડ જમા થતી હેય છે. મનાલીથી લગભગ 50 કિ.મી દૂર આવેલા રોહતાંગ પાસમાં પણ બરફ પડી રહ્યો છે. મનાલી સુંદર અને બરફીલું બની ગયું છે અને તે દરેક પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

લદ્દાખ

લદ્દાખ જેટલી હિમવર્ષા ભારતમાં બીજી કોઈ જગ્યાએ થતી નથી. તેની ટોપોગ્રાફીથી સાહસ પ્રેમીઓ આકર્ષાઇ જાય છે. આ પ્રદેશમાં તાપમાન ‘-4’ ડિગ્રીની આસપાસ થઇ જાય છે અને તે રાત્રે ‘-30’ ડિગ્રી સુધી ઘટી શકે છે.

ઉત્તર સિક્કિમ

ઉત્તર સિક્કિમના વિસ્તારોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે. ત્સોમગો સરોવર, નાથુલા, યુમથાંગ અને કાટાઓ જેવા સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. આ જગ્યાઓમાં ડિસેમ્બરમાં ભારે બરફ પડે છે. ઉત્તર સિક્કિમ એ ખરેખર એક સફેદ વિન્ટરલેન્ડ છે.

પહેલગામ

જો તમે સ્નોમેન બનાવવી તેની સાથે રમવા માટે જગ્યાઓ શોધી હોવ તો પહલગામ તમારા માટે પરફેક્ટ જગ્યા છે. કાશ્મીરના આ સુંદર હિલ સ્ટેશનમાં ડિસેમ્બર મહિનામાં બરફ પડે છે. ત્યાંનુ તાપમાન શૂન્ય અને માઇનસ ડીગ્રી સુધી જાય છે.

ગુલમર્ગ

કાશ્મીરનું ગુલમર્ગ પણ અત્યારે બરફથી ઢંકાયેલું છે. આ જગ્યાએ મોટા પ્રમાણમાં હિમવર્ષા થતી હોય છે જેના કારણે આ સ્થળ વિંટર વન્ડરલેન્ડમાં ફેરવાઇ જાય છે. કાશ્મીરનું આ સુંદર હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે આખું વર્ષ ખુલ્લું રહે છે.

સોનમર્ગ

હા, સોનાજેવા ઘાસનું મેદાન એટલે સોનમર્ગ અત્યારે બરફથી ઢંકાઇને સફેદ થઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભવ્ય હિલ સ્ટેશન કાશ્મીર ખીણના મહાન હિમાલયન ગ્લેશિયર્સની નજીક આવેલું છે અને તે ઘણા સુંદર પહાડોથી ઘેરાયેલું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો