Arrival Aadhaar card will now be issued to NRIs holding Indian passports
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતનો પાસપોર્ટ ધરાવતા NRIને હવે ઓન એરાઇવલ આધારકાર્ડ જારી કરાશે

ભારતનો પાસપોર્ટ ધરાવતા NRIને હવે ઓન એરાઇવલ આધારકાર્ડ જારી કરાશે

 | 8:20 am IST
  • Share

ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય એવા NRIએ ભારત આવ્યા પછી આધારકાર્ડની અરજી કરવામાં ૧૮૨ દિવસની રાહ જોવાની જરૃર નથી, તેઓ આવતાંની સાથે આધારકાર્ડ માટે અરજી કરી શકે છે તેમ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓ ઈન્ડિયા એ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું. મે ૨૦૨૦માં નાણાપ્રધાન નિર્મલા સીતારામને પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય એવા બિનનિવાસી ભારતીયોને છ મહિના રાહ જોવડાવ્યા વગર ભારત આવતાં જ આધાર કાર્ડ ઈશ્યૂ કરવા જોઈએ. હવે તેનો અમલ ચાલુ કરવામાં આવી રહ્યો છે. આ સગવડ પુખ્ત નાગરિકો અને સગીરો માટે સમાનરૃપે મળશે.

આધારકાર્ડ મેળવવાની અરજી શી રીતે કરવી તે અંગે UIDAI માહિતી આપતાં જણાવ્યું હતું કે NRIએ પોતાના અધિકૃત પાસપોર્ટ સાથે આધાર કેન્દ્ર પર જવાનું રહેશે. ત્યાં આધાર એનરોલમેન્ટ ફોર્મ ભરીને ઈ-મેલ IDઆપવાનું રહેશે. એનરોલમેન્ટ ફોર્મમાં NRI માટે વિગતો જાહેર કરવાની જરાક જુદી પદ્ધતિ હોવાથી બરાબર અભ્યાસ કરીને બધી વિગતો ભરવી અને પછી સહી કરી ફોર્મ સબમિટ કરવું. ત્યારપછી એનરોલમેન્ટ ઓફિસર પાસે જઈ NRIએ પોતાનો અધિકૃત પાસપોર્ટ ઓળખના પુરાવા તરીકે રજૂ કરી આધારકાર્ડની માગણી કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન