Article 370 Scrapped In Jammu-Kashmir What Will Change in State
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દુનિયા દેખતી રહી ગઇ: જમ્મુ-કાશ્મીરનો હવે અલગ ધ્વજ નહીં, કાશ્મીરીઓની બેવડી નાગરિકતા ખત્મ

દુનિયા દેખતી રહી ગઇ: જમ્મુ-કાશ્મીરનો હવે અલગ ધ્વજ નહીં, કાશ્મીરીઓની બેવડી નાગરિકતા ખત્મ

 | 1:52 pm IST
  • Share

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી લેવામાં આવ્યો છે. હવે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંને અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બન્યા છે. આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાંથી હટાવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતીમાંથી પાસ કરી શકે છે. આવો જાણીએ આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં શું-શું બદલાઇ જશે….

કલમ 370 હટી જતા જમ્મુ-કાશ્મીર હવે આટલું બદલાઇ ગયું

– આર્ટિકલ 370 મુજબ ભારત સરકારે કોઈપણ કાયદો રાજ્યમાં લાગૂ કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ કલમ હટાવી દેવાથી રાષ્ટ્રપતિની મંજૂરીથી કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરી શકે છે.
– જમ્મુ-કાશ્મીરમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ વિધાનસભાની મર્યાદા 5 વર્ષ થઈ જશે.
– જમ્મુ કાશ્મીર પાસે હાલ કાશ્મીરનો અલગ ધ્વજ હતો. હવે કલમ 370 હટી જતા તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે.
– કલમ 370 હટી જતા દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન સહિતની સંપત્તિની ખરીદી શકશે.
– હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. હવે તે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.
– જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા ખતમ થઇ જાય છે પરંતુ હવે કલમ 370 હટી ગયા બાદ આવું નહીં થાય. બંને ભારતના જ નાગરિક કહેવાશે.
– 370 મુજબ પાકિસ્તાની યુવક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે પરંતુ 370 હટી જતાં તે ભારતનો નાગરિક નહીં બને.
– 370 હટી જતાં જમ્મુ-કાશ્મીર રાજ્યની સરકારી નોકરીમાં અન્ય રાજ્યના ઉમેદવાર પણ અપ્લાય કરી શકશે.
– – હવે દેશના કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે
– જમ્મુ-કાશ્મીરમાં હવે બેવડી નાગરિકતા રહેશે નહીં. આર્ટિકલ 370ના લીધે જમ્મુ-કાશ્મીરમાં વોટનો અધિકાર માત્ર ત્યાંના સ્થાયી નાગરિકોને જ હતો. બીજા રાજ્યના લોકો અહીં વોટ આપી શકતા નહોતા અને ન ચૂંટણીમાં ઉમેદવાર બની
શકતા હતા. હવે નરેન્દ્ર મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારતનું કોઇપણ નાગરિક ત્યાંના વોટર અને ઉમેદવાર બની શકે છે.
– જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નથી પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ હશે
– કાશ્મીર વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ હશે
– વિધાનસભાનું કાર્યકાળ 6 વર્ષની જગ્યા 5 વર્ષ એ થશે
– અનુચ્છેદ 370ના હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને મળ્યો ખાસ અધિકાર સંપૂર્ણ રીતે ખત્મ. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સંવિધાન સંપૂર્ણપણે લાગૂ થશે. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરને પોતાનાથી અલગ કોઇ
સંવિધાન હશે નહીં. આપને જણાવી દઇએ કે કાશ્મીરમાં 17 નવેમ્બર 1956ના રોજ પોતાનું સંવિધાન લાગૂ કરાયું હતું. હવે કાશ્મીરમાં આર્ટિકલ 356નો પણ ઉપયોગ થઇ શકે છે.
– લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયું. અહીં વિધાનસભા થશે નહીં અને તેનું પ્રશાસન ચંદીગઢને જેમ ચાલશે
– આરટીઆઈ અને સીએજી જેવા કાયદા પણ અહીં લાગૂ થશે
– જમ્મુ-કાશ્મીરમાં દેશનો કોઇપણ નાગરિક હવે નોકરી મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન