Aryan case: Malik questions Wankhede's relationship with Harshada
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન કેસ : વાનખેડેના હર્ષદા સાથેના સંબંધો સામે મલિકે સવાલો ઉઠાવ્યા

આર્યન કેસ : વાનખેડેના હર્ષદા સાથેના સંબંધો સામે મલિકે સવાલો ઉઠાવ્યા

 | 7:20 am IST
  • Share

મલિકે પૂછયું, શું હર્ષદા રેડેકર પણ ડ્રગ્સના ધંધામાં સામેલ છે?

હર્ષદા રેેડેકર સામે પૂણેની કોર્ટમાં ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો હોવાનો ખુલાસો

મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન નવાબ મલિક દ્વારા આ વખતે ફરી NCBના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેને સકંજામાં લેવામાં આવ્યા છે. મલિકે આ વખતે વાનખેડેને સવાલ પૂછયો હતો કે હર્ષદા દીનાનાથ રેડેકર સાથે તમારે શું સંબંધ છે? શું તે પણ ડ્રગ્સના ધંધામાં સામેલ છે? મલિકે આક્ષેપ કર્યો હતો કે હર્ષદા રેેડેકર સામે પણ પૂણેની કોર્ટમાં ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો છે.

આમ આ કેસમાં સમીર વાનખેડેના પિતા, તેનું કાસ્ટ સર્ટિફિકેટ, ખોટા કેસમાં ફસાવીને ખંડણીની માગણી પછી હવે હર્ષદા રેડેકર સાથેના સંબંધો અને ડ્રગ્સ પેડલરો સાથે તેની સાઠગાંઠના સવાલો ઊઠયા છે. હર્ષદા રેડેકર એ સમીર વાનખેડેની સાળી છે.

મલિકે કહ્યું હતું કે જો તેમને બોલતા બંધ નહીં કરાય તો આર્યન ખાનને લાંબા સમય સુધી જેલમાં ગોંધી રખાશે તેવી ધમકી શાહરુખ ખાનને આપવામાં આવી છે. મલિકે કહ્યું કે આર્યન ખાનના કેસમાં અપહરણ અને પૈસા વસૂલીનો કેસ સાબિત થઈ રહ્યો છે.

આર્યન ખાનને તાવ આવ્યો હોવાથી NCBની SIT સમક્ષ જવાબ આપવા હાજર ન થયો

NCBની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ  દ્વારા રવિવારે ડ્રગ કેસ અંગે હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યું હોવા છતાં આર્યન ખાન તાવ આવ્યો હોવાનું કારણ આપી જવાબ આપવા આવ્યો નહોતો.

આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને આચિતકુમારને પણ SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તે બંને NCB ઓફિસે SIT સમક્ષ જવાબ લખાવવા હાજર થઈ ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો