Aryan Khan Given Prisoner Number 956 Inside Arthur Road Jail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન ખાનને જેલમાં કેદી નંબર અપાયો, પિતા શાહરૂખે મની ઓર્ડરથી મોકલ્યા રૂપિયા…

આર્યન ખાનને જેલમાં કેદી નંબર અપાયો, પિતા શાહરૂખે મની ઓર્ડરથી મોકલ્યા રૂપિયા…

 | 10:18 pm IST
  • Share

  • આર્યન ખાનને 956 નંબર આપવામાં આવ્યો છે એટલે કે આર્યન ખાનને કેદી નંબર 956 તરીકે બોલાવવામાં આવશે.

  • તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

  • એક કેદીને એક મહીનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની જ અનુમતિ છે

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આર્યન ખાનને આજે પણ જામીન મળ્યા નહોતા, જેના કારણે તેઓ મુંબઈની આર્થર રોડ પર આવેલી જેલમાં જ રહેશે. જો કે મુંબઈ સેશન કોર્ટે આર્યન ખાનના જામીન અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો છે અને 20 ઓક્ટોબરે તેનો નિર્ણય લેવામાં આવશે. જેલની અંદર દરેક કેદીને એક નંબર આપવામાં આવે છે. આર્યન ખાનને 956 નંબર (Aryan Khan Prisoner Number 956) આપવામાં આવ્યો છે એટલે કે આર્યન ખાનને કેદી નંબર 956 તરીકે બોલાવવામાં આવશે.

જેલમાં કેદી નંબરને બંદી નંબર પણ કહેવામાં આવે છે. જેલમાં કોઈ પણ કેદીને તેના નંબરથી જ બોલાવવામાં આવે છે. આ રીતે આર્યન ખાનને બોલાવવા માટે 956 નંબરનો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં સુધી આર્યન ખાન જેલમાં રહેશે ત્યાં સુધી આર્યન ખાનને તેજ નંબરથી બોલાવવામાં આવશે.

આર્યન ખાનને જેલની અંદર ગત 11 ઓક્ટોબરે 4500 રૂપિયાનો મની ઓર્ડર આવ્યો હતો. આર્યન ખાનને આ મની ઓર્ડર તેમના પિતા શાહરૂખ ખાને મોકલાવ્યો હતો. આર્યન ખાને આ મની ઓર્ડરનો ઉપયોગ પોતાના કેન્ટીન ખર્ચ માટે કર્યો છે. જેલના નિયમ મુજબ, એક કેદીને એક મહીનામાં માત્ર 4500 રૂપિયાના મની ઓર્ડરની જ અનુમતિ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં ક્રૂઝ પર થઈ રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBની રેડમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનની સાથે અન્ય લોકો પણ પકડાયા હતા. ત્યારબાદ આર્યન ખાન સહિત તમામ આરોપીઓને NCBએ પોતાની કસ્ટડીમાં લઈ પુછપરછ કરી હતી. કોર્ટે ત્યારબાદ તમામ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

જોકે, આર્યન ખાન મુંબઈના આર્થર રોડ પર આવેલી જેલમાં કેદ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો