As Corona case escalates in Ahmedabad, so does the statistics
  • Home
  • Corona
  • કોરોનાના કેસ વધતા જ આંકડાની ગોલમાલ શરૂ, આંકડો જાણી ચોંકી જશો

કોરોનાના કેસ વધતા જ આંકડાની ગોલમાલ શરૂ, આંકડો જાણી ચોંકી જશો

 | 1:48 pm IST
  • Share

  • દિવાળી બાદ કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે આંકડાઓ આપવાની શરુઆત કરી

  • એક ખાનગી લેબમાં છેલ્લા 15 દિવસમાં 75 કેસ આવ્યા છે

  • સરકારી ચોપડે સબસલામતના પોકળ દાવા

     

કોરોના કેસ વધે કે સરકાર આંકડાઓની ગોલમાલ શરૂ કરી દે છે અને જે કોરોના કેસ હોય છે તેના કરતા આંકડાઓ કઈક જુદા જ બતાવવામાં આવે છે. તેવું પણ કંઈક આ વખતે પણ થઈ રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં કેસ આવી રહ્યા છે તેના આંકડાઓમાં પણ ગોલમાલ છે.

દિવાળી બાદ કોરોના કેસમાં ઉછાળો આવતા સરકારે આંકડાઓ આપવાની શરુઆત કરી છે. પરંતુ શું તે આંકડાઓ સાચા છે? કેટલાક ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે ખાનગી લેબમાં દિવાળી સમયે જ કોરોના ટેસ્ટ ની સંખ્યામાં વધારો થવાની શરૂઆત થઈ હતી અને કોઈ ખાનગી લેબમાં રોજના બે થી ત્રણ કોરોના પોઝિટિવ કેસ તો બીજી કોઈ લેબમાં 4 થી 5 કેસ પોઝિટિવ કેસ આવવાની શરૂઆત થઈ છે. એક ખાનગી લેબમાં છેલ્લા 15 દિવસથી દરરોજ પોઝિટિવ કેસ આવવાની શરૂઆત થઈ ચૂકી છે.

ખાનગી લેબના સંચાલકોનું કહેવું છે કે દિવાળી પહેલા ઉમટેલી ભીડે શહેરની ચિંતા વધારી છે. છેલ્લા 15 દિવસ થી શહેરની ખાનગી લેબોમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. દરરોજ ચાર થી પાંચ કેસ પોઝિટિવ લેબમાં આવી રહ્યા છે. જે લોકો દિવાળી સમયે ફરવા માટે ગયા હતા તેવા લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારની શરૂઆત થી અત્યાર સુધીમાં રોજના 5 કેસ મીનીમમ આવે છે જે હિસાબે 15 દિવસમાં એક લેબ માં 75 આસપાસ કેસ આવી ચુક્યા છે. અંદાજે અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટ કરતી 50 ખાનગી લેબ આવેલી છે. 75 કેસ માત્ર 15 દિવસમાં એક જ લેબમાં જોવા મળ્યા છે. બે થી ત્રણ ટકા પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ સરકારી આંકડાઓ સબ સલામત ના દાવાઓ કરી રહ્યા છે.

કોરોના કેસ વધી રહ્યા છે તેની સાથે સરકારી હોસ્પિટલોમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સોલા સિવિલમાં જ 400 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. તેની સાથે જ ખાનગી લેબમાં પણ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ ક્યાંય તંત્ર આંકડાઓ છુપાવવાનું કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો