દિલ્હીથી મુંબઇ ટ્રેનમાં માત્ર 9 કલાકમાં પહોંચાશે!, અમદાવાદીઓ-વડોદારાવાસીઓને થશે ફાયદો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • દિલ્હીથી મુંબઇ ટ્રેનમાં માત્ર 9 કલાકમાં પહોંચાશે!, અમદાવાદીઓ-વડોદારાવાસીઓને થશે ફાયદો

દિલ્હીથી મુંબઇ ટ્રેનમાં માત્ર 9 કલાકમાં પહોંચાશે!, અમદાવાદીઓ-વડોદારાવાસીઓને થશે ફાયદો

 | 11:03 am IST
  • Share

જી હાં, દિલ્હી-મુંબઇ રેલવે કોરિડોર અંતર્ગત અમદાવાદ અને વડોદરા ક્ષેત્રમાંથી પસાર થતી ટ્રેન માત્ર 9 કલાકમાં મુંબઇથી દિલ્હી પહોંચાડશે. કારણ કે આ કોરિડોર પરથી પસાર થતી ટ્રેનની ગતિ એક કલાકમાં 160 કિલોમીટરનું અંતર કાપતી હશે. આ રેલવે કોરિડોર અંતર્ગત ગતિ વધારવા માટેના પ્રોજેક્ટ માટે નીતિ આયોગે મંજૂરી આપી દીધી છે.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રેલવે કોરિડોરમાં ટ્રેનોની ગતિ વધારવા માટેના મહત્વકાંક્ષી 18000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને નીતિ આયોગની મંજૂરી મળી ગઇ છે. હવે તેને કેબિનેટની મંજૂરી માટે મૂકાશે. આ મોટો પ્રોજેક્ટ રેલવે ઓપરેટિંગમાં મોટો ફેરફાર લાવશે અને ભારતીય રેલવે નેટવર્કના એ વ્યસ્ત રૂટ પર ટ્રેનોની ઓપરેટિંગ સ્પીડ એક કલાકમાં 160 કિલોમીટરની રહી શકશે.

નવી દિલ્હી-મુંબઇ રેલવે માર્ગ 1483 કિલોમીટર લાંબો છે અને તેમાં વડોદરા-અમદાવાદ ક્ષેત્ર સામેલ છે અને તેના પર 11,189 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નવી દિલ્હી-હાવાડ રેલવે માર્ગ 1525 કિલોમીટર લાંબો છે અને કાનપુર-લખનઉ ખંડ સામેલ છે. તેના પર 6974 રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

ત્રણ મહાનગરોની વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો લાવવાના હેતુસર તૈયાર આ પ્રોજેક્ટની અંતર્ગત 3000 કિલોમીટરના સંપૂર્ણ માર્ગની બંને બાજુ તારની વાડ બાંધવાની સાથે સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરાશે. તેમજ રેલવે ફાટકોને સમાપ્ત કરાશે તથા ટ્રેન સેફ્ટી વૉર્નિંગ સિસ્ટમ સહિત બીજી કામ થશે. જેથી કરીને ટ્રેન એક કલાકમાં 160 કિલોમીટરની ઝડપે દોડી શકે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રેલવેનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 1000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે નીતિ આયોગની મંજૂરી લેવી પડશે. નીતિ આયોગ પાસેથી ગઇકાલે મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ પર હવે એક્સ્ટેન્ડેડ રેલવે બોર્ડ વિચાર કરશે. એકસટેન્ડેડ રેલવે બોર્ડમાં બોર્ડના સભ્યો સિવાય ખર્ચ વિભાગ, કાર્યક્રમ અમલીકરણ વિભાગ, તથા નીતિ આયોગના વરિષ્ઠ પ્રતિનિધિ સામેલ છે. રેલવે બોર્ડની મંજૂરી બાદ તેને મંત્રીમંડળની મંજૂરી માટે મોકલાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન