As Tika Utsav begins, PM Modi posts 4 requests for countrymen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • PM મોદીએ કહ્યું- આ 4 વાત ખાસ યાદ રાખજો, કોરોના સામેની લડાઇમાં બનશે હથિયાર

PM મોદીએ કહ્યું- આ 4 વાત ખાસ યાદ રાખજો, કોરોના સામેની લડાઇમાં બનશે હથિયાર

 | 2:32 pm IST
  • Share

દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દેશમાં ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત કરી અને કોરોના વાયરસની વિરૂદ્ધ લડાઇમાં પ્રજાથી સહયોગની અપીલ કરતાં તેમણે અનેક સૂચનો કર્યા. મોદીએ કહ્યું કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફૂલ જયંતીથી આપણે દેશવાસી ‘ટીકા ઉત્સવ’ની શરૂઆત કરી રહ્યા છે. આ ટીકા ઉત્સવ 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે.

પ્રધાનમંત્રીએ લોકોને આગ્રહ કરતાં કહ્યું કે ઇચ વન વેક્સીનેટ વન એટલે કે જે લોકો ઓછું ભણેલા0ગણેલા છે, વૃદ્ધ છે, જે જાતે જઇ રસી લઇ શકતા નથી તેમની મદદ કરો.

પીએમ મોદીએ કરી ટ્વીટ

પીએમ મોદી (PM Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફૂલે જયંતીથી આપણે દેશવાસીઓ ટીકા ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ. આ ટીકા ઉત્સવ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે. આ ઉત્સવ એક પ્રકારે કોરોના વિરુદ્ધ બીજી જંગની શરૂઆત છે. જેમાં આપણે પર્સનલ હાઈજીનની સાથે સાથે સોશિયલ હાઈજીન ઉપર પણ વિશેષ ભાર મૂકવાનો છે. આપણે આ ચાર વાત જરૂર યાદ રાખવાની છે.

1 Each One-Vaccinate One એટલે કે જે લોકો ઓછા ભણેલા ગણેલા છે, વડીલ છે, જે સ્વયં જઈને રસી લગાવી શકતા નથી તેમની મદદ કરીએ.

2. Each One-Treat One એટલે કે જે લોકોની પાસે એટલા સાધન નથી, જેમને જાણકારી પણ ઓછી છે, તેમની કોરોનાની સારવારમાં મદદ કરીએ.

3. Each One-Save One એટલે કે સ્વયં પણ માસ્ક પહેરવો અને એ જ રીતે સ્વયંને પણ સેવ કરું અને બીજાને પણ સેવ કરું. તેના પર ભાર મૂકવાનો છે.

4. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન-ચોથી મહત્વની વાત એ છે કે કોઈને કોરોના થવાની સ્થિતિમાં, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો કરે. જ્યાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યાં પરિવારના લોકો સમાજના લોકો, ‘માઈક્રો કન્ટેન્મેન્ટ’ ઝોન બનાવે.

11થી 14 એપ્રિલ સુધી ચાલશે ઉત્સવ

અત્રે જણાવવાનું કે પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે થયેલી બેઠકમાં 11થી 14 એપ્રિલ સુધી દેશમાં ટીકા ઉત્સવ મનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હતું કે આમ કરીને આપણે મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકરને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપી શકીશું. આ સાથે જ રસીકરણની ઝડપ પણ વધશે. તેમણે લોકોને અપીલ કરી કે 45 વર્ષથી ઉપરના તમામ લોકો હોસ્પિટલમાં જઈને કોરોના રસી લગાવે.

આ વીડિયો પણ જુઓ : પંચમહાલમાં પેટાચૂંટણીમાં નિયમ ભંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન