બ્રેકઅપ બાદ પણ લવરને પહેલાં જેવો જ પ્રેમ કરનાર હોટ અભિનેત્રીના બોલ્ડ PHOTOS વાયરલ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવાર નવાર કોઈ લવ અફેરના સમાચાર આવતા રહે છે. કોઈનું લગ્ન જીવન નક્કી થાય તો કોઈનું બ્રેકઅપ થાય. એવો જ એક સંબંધ તૂટી ગયો હતો. અભિનેત્રી આશા નેગી અને રિત્વિક ધનજાનીનો ઘણાં વર્ષો જૂનો સંબંધ તૂટી ગયો છે. હવે આશાએ આ મામલે ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં આશાએ તેના અને રિત્વિકના બ્રેકઅપ વિશેના કારણો કહ્યું છે.
આશા નેગીએ કહ્યું કે, મારે એટલું જ કહેવું છે કે અમે જે પણ જગ્યાએ છીએ અને અમે અમારા જીવનમાં જે પણ સ્ટેજ પર છીએ ત્યાં પોતાના માટે કામ કરી રહ્યા છીએ. હું મારા તરફથી કહી શકું છું કે રિત્વિક પ્રત્યે મારા મનમાં કોઈ ખરાબ લાગણી નથી. મને ખાતરી છે કે રિત્વિક તરફથી પણ કંઈ આવું નહીં હોય. હું ફક્ત તેટલું જ ઈચ્છું છું કે તે હંમેશાં જીવનમાં પ્રગતિ કરે. આ બધું મારા માટે ખૂબ જ વ્યક્તિગત બાબત છે પરંતુ હું એટલું જ કહેવા માગુ છું કે મારા હૃદયમાં રિત્વિક માટે માત્ર ને માત્ર પ્રેમ જ છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન