Assam Tiger Video Viral on Social Media, Know in Detail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: જ્યારે વાઘ લોકો પાછળ દોડ્યો, એક વ્યક્તિને ઝાપટ મારી નીચે પાડ્યો અને પછી….

VIDEO: જ્યારે વાઘ લોકો પાછળ દોડ્યો, એક વ્યક્તિને ઝાપટ મારી નીચે પાડ્યો અને પછી….

 | 6:45 pm IST
  • Share

હાલ સોશિયલ મીડિયામાં વાઘનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વાઘ અમુક લોકો પાછળ દોડે છે. આ વીડિયોને જોઈને લોકોનાં ધબકારા વધી જાય છે. વાઈરલ થયેલો આ વીડિયો આસામના તેજપુર વિદ્યાલય પાસેના નપામ વિસ્તારનો છે. અહીં એક વાઘ અચાનક માનવવસ્તીમાં ઘસી આવ્યો હતો. અને બાદમાં વાઘે ત્યાં એકઠાં થયેલાં લોકો પર હુમલો કરી દીધો હતો, અને લોકોની પાછળ દોડ્યો હતો.

વાઘ પાછળ પડતાં જ લોકોએ જીવ બચાવવા માટે દોડધામ મચાવી દીધી હતી. તેવામાં એક વ્યક્તિ વાઘની ચપેટમાં આવી ગયો હતો. વાઘે તેને પાછળથી પંજા વડે ઝાપટ મારીને એક ખાડામાં પાડી દીધો હતો. આ દ્રશ્યો જોઈને ભલભલાં લોકો ડરી ગયા હતા.

જો કે બાદમાં વાઘ વ્યક્તિને ગંભીર નુકસાન કર્યા વગર જતો રહ્યો હતો. વાઘના આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાઘ કાઝીરંગા નેશનલ પાર્કથી ભટકીને માનવવસ્તીમાં આવી ગયો હોવાની ચર્ચા છે. અને તેને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઓપરેશન શરૂ કરી દીધું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન