-
આમ આદમી પાર્ટીને પંજાબમાં બહુમતી મળી રહી છે
-
આ ઈન્કલાબ માટે પંજાબના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન - કેજરીવાલ
-
AAPના સીએમ ચહેરા ભગવંત માનના ઘરે ઉજવણીનો માહોલ
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ આજે આવી રહ્યાં છે. જેમાં આમ આદમી પાર્ટીને પંજાબમાં બહુમતી મળી રહી છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખુશ થઈ ગયા છે. તેવામાં અરવિંદ કેજરીવાલે પંજાબમાં મુખ્યમંત્રીના દાવેદાર ભગવંત માન સાથે એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમજ ખુશ થતા કેજરીવાલે લખ્યું છે કે આ ઈન્કલાબ માટે પંજાબના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન.
આમ આદમી પાર્ટીને પંજાબમાં બહુમતી મળી રહી છે
તેમજ પંજાબમાં AAPના સીએમ ચહેરા ભગવંત માનના ઘરે ઉજવણીનો માહોલ છે. તેમના ઘરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે અને ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પંજાબ સરકારે ભગવંત માનની સુરક્ષા વધારી દીધી છે. માનને સાંસદ હોવાના કારણે પહેલાથી જ સુરક્ષા મળી હતી, પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ રહી નથી.










