-
આ વખતે નિહાલ સિંહ વાલામાં 71.06 મતદાન થયું હતુ
-
કોંગ્રેસના માલવિકા સૂદ 4490 મતો સાથે ત્રીજા નંબર પર
-
1977થી 2017 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અહીંથી છ વખત જીતી
પંજાબમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. મોગાથી કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ પણ પાછળ છે. મોગા વિધાનસભા સીટ પર અત્યાર સુધીની કુલ 15 ચૂંટણીઓમાંથી આ સીટ 10 વખત કોંગ્રેસ પાર્ટીના કબજામાં રહી છે. 1977 થી 2017 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અહીંથી છ વખત જીતી છે. હરજોત સિંહ કમલ 2017માં ચૂંટણી જીત્યા હતા.
કોંગ્રેસના માલવિકા સૂદ 4490 મતો સાથે ત્રીજા નંબર પરમાલવિકા સૂદની સામે ભાજપના વર્તમાન ધારાસભ્ય હરજોત કમલ છે. આ સિવાય આમ આદમી પાર્ટીના ડૉ.અમનદીપ કૌર અરોરા અને શિરોમણી અકાલી દળના બરજિંદર સિંહ બરાર પડકાર રજૂ કરી રહ્યા છે. મોગા સીટ પર પણ ટક્કર ત્રિકોણીય બની છે. નવીનતમ માહિતી પ્રમાણે, AAP ઉમેદવાર અમનદીપ કૌર અરોરા 6788 મતો સાથે પ્રથમ ક્રમે છે, અકાલી ઉમેદવાર બરજિંદર સિંહ માખન બરાર 4775 મતો સાથે બીજા નંબરે છે અને કોંગ્રેસના માલવિકા સૂદ 4490 મતો સાથે ત્રીજા નંબર પર છે.










