Astro Story On sharad purnima 2021
  • Home
  • Astro
  • શરદ પૂનમે ન કરશો આ કામ, કાયમ રહેશે દેવી લક્ષ્મીની કૃપા

શરદ પૂનમે ન કરશો આ કામ, કાયમ રહેશે દેવી લક્ષ્મીની કૃપા

 | 9:19 pm IST
  • Share

  • 19 ઓક્ટોબરે છે શરદ પૂનમ
  • ભૂલથી પણ ન કરશો આ કામ
  • દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ

 

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક દિવસો ખૂબ જ ખાસ હોય છે. તેમાં શરદ પૂનમ પણ સામેલ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને સાથે આ દિવસે કેટલાક કામ ન કરવાનું કહેવાયું છે. તો જાણો શું ન કરવું જોઈએ.

શરદ પૂનમે ભૂલથી પણ ન કરશો આ કામ

શરદ પૂનમના દિવસે ભૂલથી પણ નોનવેજ કે દારૂનું સેવન ન કરો. તે તમારા આર્થિક સંકટને વધારે છે.
આ દિવસે ધનને લઈને કોઈ લેવડ દેવડ ન કરો. તેનાથી નુકસાન થઈ શકે છે.
આ દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું નહીં તો દામ્પત્યજીવનમાં મુશ્કેલી આવી શકે છે.
શરદ પૂનમે પરિણિત મહિલાઓને ભોજન કરાવો અને કોઈ ભેટ આપો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
શરદ પૂનમે સૂર્યાસ્ત પહેલા દાન દક્ષિણા આપો. સૂર્યાસ્ત બાદ દાન કરવાથી ગરીબી આવે છે.
શરદ પૂનમે શક્ય હોય તો તવાનો ઉપયોગ ન કરો અને તળેલી ચીજો ખાવાનો આગ્રહ રાખો.
શરદ પૂનમે મહિલાઓએ સૂર્યાસ્ત પછી વાળ ન ઓળવા. આ કામ અશુભ માનવામાં આવે છે.

તો હવે તમે પણ આ વાતોને ધ્યાનમાં રાખો અને તેને ફોલો કરો. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે અને તમને ફાયદો થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો