- સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ અને તુલા રાશિમાં દુર્બળ માનવામાં આવે
- સૂર્યદેવ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે
- પિતા-પુત્ર એક જ રાશિમાં આવશે થશે યુતિ
ગ્રહોનો રાજા સૂર્ય ફેબ્રુઆરીમાં ફરીથી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્ય પૃથ્વી પર ઊર્જાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે, જ્યારે સૂર્યને નવ ગ્રહોમાં સૌથી મોટા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મા, પિતા, રાજકારણ વગેરેનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યના બળને કારણે વ્યક્તિને ઉચ્ચ સ્થાન અને સન્માન મળે છે.
જ્યોતિષીઓ અનુસાર, સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ અને તુલા રાશિમાં દુર્બળ માનવામાં આવે છે. 13 ફેબ્રુઆરી સોમવારના રોજ સવારે 09.21 કલાકે સૂર્યદેવ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે આ દિવસે સૂર્ય અને શનિની યુતિ પણ થશે. કેટલીક રાશિના જાતકો માટે સૂર્યનું સંક્રમણ શુભ રહેશે જ્યારે કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર પડશે.
વૃષભ રાશિ
સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના લોકોના દસમા ભાવમાં થશે. આ સંક્રમણ દરમિયાન જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં થોડો વધારો થશે. આવક કરતા જાવક વધશે.
કર્ક રાશિ
સૂર્યનું આ ગોચર કર્ક રાશિના લોકો માટે આઠમા ભાવમાં થશે. આ દરમિયાન તમારે રોકાણમાં સાવધાની રાખવાની જરૂર છે, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. આની સાથે વાદ-વિવાદ જેવી પરિસ્થિતિથી સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ રહી શકે છે. કોઇ સાથે તકરારમાં ન પડશો. મુશ્કેલી વધશે.
સિંહ રાશિ
સૂર્યનું આ સંક્રમણ સિંહ રાશિના લોકોના સાતમા ભાવમાં થશે. સિંહ રાશિના લોકો પર આ સંક્રમણની સૌથી વધુ અસર પડશે. વ્યવસાયિક રીતે તમારા કામની ગતિ ધીમી પડી શકે છે. ઇચ્છિત પરિણામ મેળવવામાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આત્મવિશ્વાસની કમી રહેશે અને તમે ભવિષ્ય વિશે વિચારીને પરેશાન થઈ શકો છો. કાર્યસ્થળ પર કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.