• કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે ભૈરવજીની પૂજા કરો
  • નવા વર્ષના પહેલા દિવસે પીપળાના ઝાડની નીચે શ્વાનને મીઠી રોટલી ખવડાવો
  • લીંબુ, છરી, આમચૂર,ગોળ, તલ,અડદ, ધાબળો, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવું

વર્ષ 2023નો અંક 7 બની રહ્યો છે અને અંકશાસ્ત્રમાં અંક 7નો સ્વામી કેતુ છે. કેતુના કારણે નવું વર્ષ ખૂબ જ મુશ્કેલી ભર્યુ રહેશે. નવા વર્ષમાં કેતુના કારણે કેટલીક એવી ઘટનાઓ બની શકે છે, જેનાથી દરેકને આશ્ચર્ય થશે. કેતુને વાયરલ રોગોથી પણ સંબંધિત માનવામાં આવે છે. નવા વર્ષ 2023માં, રોગોના કારણે, વિશ્વ સ્તરે લોકો અને સંપત્તિના નુકસાનની સંભાવના છે. આવી સ્થિતિમાં નવા વર્ષ 2023ને શુભ બનાવવા માટે જ્યોતિષમાં તમામ રાશિઓ માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી જીવનમાં સુખ-સમૃદ્ધિ તો આવશે જ પરંતુ કેતુના અશુભ પ્રભાવથી પણ છુટકારો મળશે. આવો જાણીએ વર્ષ 2023ને લાભદાયક બનાવવા માટે કેતુના આ ઉપાયો, જેનાથી તમને લાભ જ મળશે...

વર્ષ 2023ને શુભ બનાવવા માટે, દરરોજ નાગ દમન કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ જુઓ અને તેની પૂજા કરો. પૂજામાં 'ૐ નમો: ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરો અને તેના બીજ મંત્રનો પણ જાપ કરો. આમ કરવાથી તમને નવા વર્ષની બધી આડ અસરથી છુટકારો મળશે.

કાલ ભૈરવની પૂજા કર્યા પછી આ કામ કરો

નવા વર્ષ 2023ને લાભદાયક બનાવવા અને કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે ભૈરવજીની પૂજા કરો અને તેમને કેળાના પાન પર ચોખા ચઢાવો અને શ્રી ભૈરવ ચાલીસાનો પાઠ કરો. આ સાથે પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરીને નાગની મૂર્તિની પૂજા કરો. આમ કરવાથી કેતુ શાંતિમાં ફાયદાકારક સાબિત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે.

આ ઉપાય જીવનમાં સારો લાભ આપે છે

નવા વર્ષ 2023ને લાભદાયક બનાવવા માટે, નવા વર્ષના પહેલા દિવસે પીપળાના ઝાડની નીચે શ્વાનને મીઠી રોટલી ખવડાવો. આ સાથે દરરોજ ભગવાન ગણેશની પૂજા કરો અને 21 દુર્વા ચઢાવો. પૂજા કર્યા પછી ગણેશ દ્વાદશ નામના સ્તોત્રનો પાઠ કરો, આમ કરવાથી કેતુ શાંત રહે છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલતા જશે.

વર્ષના પ્રથમ દિવસે આ વસ્તુઓનું દાન કરો

નવા વર્ષને શુભ અને લાભદાયી બનાવવા માટે લીંબુ, છરી, આમચૂર,ગોળ, તલ,અડદ, ધાબળો, ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ઘરના વડીલોની સેવા અને ધ્યાન કરવાથી પણ કેતુની શુભ અસર થાય છે.

  • Follow us on: