ભગવાન શિવ દેવોના દેવ છે, તેથી તેઓ મહાદેવ (lord Mahadev) કહેવાય છે. ભોલેનાથ ખુબ જલ્દીથી પ્રસન્ન થાય છે. ભગવાન શિવને પુરી શ્રદ્ધા અને વિશ્વાસથી માત્ર એક લોટો જળનો અભિષેક કરી દેવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. આથી તો ભોલે ભંડારીને ભોળાનાથ કહેવામાં આવે છે. જો કે કોઇને વિશેષ ઇચ્છાની પૂર્તિ કરવી હોય તો તે અનુસાર કાર્ય કરવાથી મનોકામના સિદ્ધ થાય છે.


ભગવાન શિવને (lord shiva) પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે રુદ્રાભિષેક (shiva rudrabhishek) માનવામાં આવે છે. જેનો અર્થ જાપ કરતી વખતે વિવિધ પ્રવાહીથી શિવલિંગને અભિષેક કરવામાં આવે છે. ભગવાન શિવનો રુદ્રાભિષેક જુદી જુદી ઇચ્છાઓ પૂરી કરવા માટે વિવિધ પ્રવાહીઓ સાથે કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

અસાધ્ય રોગથી છૂટકારો મેળવવા

જો કોઈ વ્યક્તિ અસાધ્ય રોગથી પીડિત છે અથવા જો કુંડળીમાં રોગેશની દશા ચાલી રહી છે, તો આવી સ્થિતિમાં ભગવાન શિવનો રૂદ્રાભિષેક કુશાજળથી કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ તમને અસાધ્ય રોગથી પણ મુક્તિ આપે છે. કુશ એટલે દુર્વા જેવુ પવિત્ર ઘાસ તેનાથી શિવજી તમામ રોગ હરી લે છે.

પૈસા મેળવવા માટે

જો તમારે ધન પ્રાપ્ત કરવુ હોય, તો ભગવાન શિવનો રૂદ્રાભિષેક શેરડીના રસથી કરવો જોઈએ. સંપત્તિ વધારવા માટે ભગવાન શિવને મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ.

સંતાન સુખની ઇચ્છા માટે

બાળકનુ સુખ દરેક માનવીના જીવનમાં બધી સંપત્તિથી ઉપર છે. જો તમારી પાસે સંતાન સુખ નથી તો ભગવાન શિવ પર દૂધથી અભિષેક કરવો જોઈએ.

કુશાગ્ર બુદ્ધિ મેળવવા માટે

જો તમારે તમારી બુદ્ધિને કુશાગ્ર કરવી છે, તો પછી દૂધમાં ખાંડ ઉમેરો અને રુદ્રાભિષેક કરો. જો તમારે વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવામાં આવે છે.

જમીન સંપાદન અને વાહન સુખ મેળવવા માટે

જો કોઈ જમીન નિર્માણ અને વાહનની ઇચ્છા રાખે છે, તો તેણે ભગવાન શિવની રૂદ્રાભિષેક દહી મેળવી કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે દહીં સાથે રુદ્રાભિષેક જમીન અને મકાન અને વાહન આપે છે. 

  • Follow us on: