• દેવાધિદેવ મહાદેવને રીજવવા પૂજન-અર્ચન માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ
  • ભોળાનાથની પૂજાનું વિશેષ માહાત્મ્ય
  • શિવપૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે રાજ્યમાં શિવ મંદિરો-શિવાલયો હર..હર..મહાદેવ, ૐ નમઃ શિવાય, મહામૃત્યુંજયના જાપથી ગુંજી ઊઠશે. શિવભકતો માટે બિલિપત્ર ચઢાવી ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહામૂલો અવસર છે.

દેવાધિદેવ મહાદેવને રીજવવા પૂજન-અર્ચન માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કંદ-પુરાણોમાં શ્રાવણ માસ અને તેમાંય સોમવારે ભોળાનાથની પૂજાનું વિશેષ માહાત્મ્ય વર્ણવાયું છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. શહેરના શિવમંદિરો વહેલી પરોઢથી જ શિવ ભક્તોથી ઊભરાઈ ગયા છે.

શ્રાવણમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. શિવપૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે. એટલું જ નહિ જો કુંડળીમાં આ ગ્રહ દોષ હોય અને કાર્યોમાં વિધ્ન આવતું હોય તો રાશિ અનુસાર મહાદેવની કરો પૂજા અર્ચના.

મેષ રાશિ

શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને આંકડાના ફૂલ ચડાવવા જોઈએ. આ રાશિનો સ્વામી મંગળ છે એટલે શિવજીને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ.

કન્યા રાશિ

સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચડાવો. દૂધ અને કેસરનો અભિષેક કરો. રૂદ્રાક્ષ ધારણ કરવાથી થશે ફાયદો

વૃષભ રાશિ

આ રાશિનો સ્વામી શુક્ર છે. શુક્રાચાર્યને અસુરોના ગુરૂ માનવામાં આવે છે. અંતિમ સોમવારે શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો જોઈએ.

મિથુન રાશિ

અંતિમ સોમવારે શિવલિંગ પર 5 બિલ્વપત્ર ચડાવી દો. બુધને પ્રસન્ન કરવા ગાયને લીલું ઘાસ ખવડાવો.

કર્ક રાશિ

શ્રાવણના અંતિમ સોમવારે શિવજીને ચંદન અને અક્ષત ચડાવો.

સિંહ રાશિ

શિવલિંગને મધથી અભિષેક કરો. ગણેશજીને દૂર્વા ચડાવો.

તુલા રાશિ

શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને માખણ અને મિસરીનો ભોગ લગાવો. આ રાશિનો સ્વામી શુક્ર છે.

વૃશ્ચિક રાશિ

અંતિમ સોમવારે શિવલિંગ પર કાચા દૂધને અર્પણ કરો. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. હનુમાનજી શિવજીના અંશાવતાર છે. આથી મસુરની દાળ ગરીબને દાનમાં આપવી.

ધન રાશિ

સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચડાવો. આ રાશિનો સ્વામી દેવતાઓનો ગુરૂ બ્રહસ્પતિ છે. શિવલિંગ પર પીળા રંગની વસ્તુઓ પીળુ ફૂલ ચડાવો. પ્રસાદમાં લાડુ ધરાવો.

મકર રાશિ

શિવલિંગ પર ત્રાંબાના જળથી અભિષેક કરો. અડદનું દાન કરો.

કુંભ રાશિ

શ્રાવણના અંતિમ સોમવારે કેસર અને દૂધથી અભિષેક કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

મીન રાશિ

અંતિમ સોમવારે શિવજીને અક્ષત અને ચંદન લગાવો. બ્રહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા સોમવારે હળદર અને ચોખાનું દાન કરો. ભોલેનાથને ક્યારેય ભૂલથી પણ હળદર ન ચડાવો. શિવજીને બેસનના લાડુનો ભોગ ધરાવી પ્રસાદ અર્પણ કરો. 

  • Follow us on: