• રાહુ-કેતુ દોઢ વર્ષ એક રાશિમાં રહે છે
  • 30મીએ રાશિ પરિવર્તન સાથે સારા-નરસા પરિણામો આપશે
  • આગામી એપ્રિલ-2025 સુધી રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં ભ્રમણ કરશે

જ્યોતિષ શાસ્ત્રમાં વર્ષે દહાડે ગ્રહોના પરિવર્તન અને રાશિ ભ્રમણને આધારે સારા-નરસા પરિણામોનો વરતારો કાઢવામાં આવે છે. જે અંતર્ગત આગામી 30 ઓક્ટોબરે રાહુ અને કેતુનો રાશિ પ્રવેશનો મહત્વનો સંયોગ જોવા મળશે. રાહુ અને કેતુ બન્ને ગ્રહો દોઢ વર્ષ સુધી એક જ રાશિમાં રહેતા હોય 30મીએ રાશિ પરિવર્તન સાથે જ વિવિધ રાશિજાતકોને સારા-નરસા પરિણામો આપશે. આગામી એપ્રિલ-2025 સુધી રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં ભ્રમણ કરશે.

18 વર્ષે ફરી જે તે રાશિમાં ગોચર ભ્રમણ કરે છે

રાહુ અને કેતુ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. આ સ્થિતિમાં 18 વર્ષે ફરી જે તે રાશિમાં ગોચર ભ્રમણ કરે છે. કોઇ પણ ગ્રહના ગોચરને લગ્ન અને રાશિ પ્રમાણે એમ બે રીતે જોવામાં આવે છે. લગ્ન અને રાશિ એમ બન્ને પ્રમાણે રાહુનું ગોચર સારું હોય તો બહુ જ સારું ફળ પ્રાપ્ત થાય છે. લગ્ન કે રાશિમાં એકથી ખરાબ અને એકથી સારુ ગોચર હોય તો મિશ્રિાત ફળ પ્રાપ્ત થાય છે. લગ્ન અને રાશિમાં બન્નેથી ગોચર ખરાબ હોય તો અશુભ ફળ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે ગોચર ભ્રમણનું પરિણામ દશા, મહાદશા, નક્ષત્રો પર પણ આધારીત હોય છે. ખાલી ગોચરથી શુભ-અશુભ ફળકથન કહી શકાય નહીં. રાહુ જ્યારે શુભ ફળ આપે ત્યારે અપાર આપે છે. રાહુ ઓછી મહેનતે વધુ ધન આપે છે.

રાહુ લગ્ન પ્રમાણે એક, ત્રણ, ચાર, છ, દસ અને અગિયારમાં ભાવે બહુ જ સારુ ફળ આપે

રાહુ લગ્ન પ્રમાણે એક, ત્રણ, ચાર, છ, દસ અને અગિયારમાં ભાવે બહુ જ સારુ ફળ આપે છે. જ્યારે રાહુ રાશિ પ્રમાણે ત્રણ, છ અને અગિયારમાં ભાવે બહુ જ સુંદર ફળ આપે છે. રાહુ એપ્રિલ-2025 સુધી મીન અને કેતુ કન્યા રાશિમાં ચાલશે. રાહુ અને કેતુના રાશિ પ્રવેશ સાથે જ સારું ફળ મેળવવા માટે સામાન્ય ઉપાય કરી શકાય. તેમાં મંદિરે દેવ દર્શન કરવા જવું. ઘરના મંદિરને સાફ રાખવું. અનૈતિક કાર્યો કરવા નહીં. વડિલો અને નિઃસહાયની મદદ કરવી. માં દુર્ગાની આરાધના કરવી.

રાશિ પ્રવેશ બાદ લગ્ન પ્રમાણે ફળકથન

મેષ લગ્ન

ખર્ચાઓ વધારશે. વિદેશ યાત્રા કરવો. ભોગ-વિલાસમાં ખર્ચાઓ થાય. સ્વાસ્થ્ય, અકસ્માતનું ધ્યાન રાખવું.

વૃષભ લગ્ન

બહુ જ સારું ફળ આપે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. મનની ઇચ્છાઓ પૂરી થાય. પ્રમોશન મળે.

મિથુન લગ્ન

આવકમાં વધારો થવાના યોગ સર્જાય. નોકરીમાં પરિવર્તન થાય અને પ્રમોશન મળવાની ઉજળી સંભાવના.

કર્ક લગ્ન

ભાગ્ય પરિવર્તનનો યોગ. પિતાનું સ્વાસ્થ્ય સાચવવું. વૈચારિક મતભેદ જણાય. વિદેશ યાત્રાના યોગ બને.

સિંહ લગ્ન

બહું સારું ફળ નહીં મળે. સંઘર્ષ, અપમાનિત થવાય, પરણ સંશોધન ક્ષેત્રે સારું ફળ આપે. ગુપ્ત લાભ થાય.

કન્યા લગ્ન

ભાગીદારીમાં નુકશાન કરાવે, પણ વેપારનો વિસ્તાર થાય. દામ્પત્ય જીવનમાં તકલીફ આવે.

તુલા લગ્ન

લગ્ન અને રાશિ બન્ને સારું ફળ આપે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રતિયોગી પરીક્ષામાં ઉર્તીણ થવાય.

વૃશ્ચિક લગ્ન

નવું શીખવાની વૃત્તિ થાય, પણ સંતાનથી કષ્ટની સંભાવના. આકસ્મિક ધન લાભના પણ યોગ બને.

ધન લગ્ન

સંપત્તિ, જમીન, જાયદાદનું ખરીદ-વેચાણ થાય. નવું વાહન લેવાય. માતા સાથે મતભેદ થાય.

મકર લગ્ન

લગ્ન અને રાશિ પ્રમાણે બન્નેથી બહુ સારુ ફળ આપે. કોમ્યુનિકેશન, યાત્રાઓ માટે સારા પરિણામ મળે.

કુંભ લગ્ન

વાણી ઉપર નિયંત્રણ રાખવું. બચત થાય નહીં અને પૈસા વેડફાઇ એવા સંયોગ સર્જાય.

મીન લગ્ન

લગ્નમાં રાહુ મહેનતથી અને બુદ્ધિથી કાર્યો કરાવે. સંઘર્ષ કરાવે. સ્વાર્થી બનાવે. જવાબદારી વધે.


  • Follow us on: