- કોઇ પણ મુહૂર્ત જોયા વગર આખો દિવસ રહેશે શુભ
- અખાત્રીજની સાથે ચારધામ યાત્રાનો થશે પ્રારંભ
- ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરવાથી શુભ ફળ મળે
પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને અબુજા મુહૂર્તમાંથી એક ગણવામાં આવે છે. વિવાહ કે અન્ય કોઈ શુભ કાર્ય કરવાથી અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે આ દિવસે સોના-ચાંદીની સાથે મા લક્ષ્મી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશ અને ભગવાન કુબેરની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. પરંતુ ઘણી વખત અજાણતા તેઓ આ દિવસે આવી ભૂલો કરી બેસે છે, જેનાથી અશુભ પરિણામ મળે છે. જાણો, શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કયા કામ કરવાથી બચવું જોઈએ.
અક્ષય તૃતીયાના દિવસે ન કરો આ ભૂલો
આ વસ્તુઓ ખરીદશો નહીં
અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લોખંડ વગેરેથી બનેલા વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી રાહુ અને શનિ નબળા પડી શકે છે. રાહુ-શનિની સાથે દુ:ખ-ગરીબી રહે છે.
ઘર સાફ રાખો
અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી ચોક્કસપણે ઘરે આવે છે. એટલા માટે ઘર, પૂજા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ નહીં તો નકારાત્મક ઉર્જા ઘરમાં વાસ કરી શકે છે.
પૈસા ઉધાર ન આપો
શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ, કારણ કે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિની સાથે જઈ શકે છે. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે.
તામસિક ભોજન
અખા ત્રીજ પર તામસિક ભોજન એટલે કે લસણ-ડુંગળી વગેરેનું સેવન બિલકુલ ન કરો, સાત્વિક ભોજન કરો.
ઘરમાં અંધારું ન રાખો
એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં અંધારું બિલકુલ ન હોવું જોઈએ, કારણ કે માતા તમારા ઘરે ગમે ત્યારે આવી શકે છે. જો ઘરમાં અંધારું થઈ જાય, તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે.