• એકાદશીને ક્રીડા એકાદશી પણ કહેવાય છે
  • આ દિવસે ભગવાન વિષ્ણુ ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય
  • એકાદશી પર ચોખાનું સેવન ન કરવું જોઈએ

જ્યેષ્ઠ (જેઠ) માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. આ એકાદશી અપરા એકાદશી તરીકે ઓળખાય છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત 26 મેને ગુરુવારે રાખવામાં આવશે.

જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે. આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન સાધકને અનંત પુણ્ય આપે છે. એકાદશીનું વ્રત રાખતી વખતે ઘણી વખત લોકો એવી ભૂલો કરે છે જેને ટાળવી જોઈએ. આવો અમે તમને જણાવીએ કે અપરા એકાદશી પર કઈ ભૂલોથી બચવું જોઈએ.

હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર એકાદશી પર ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જેઓ એકાદશીના દિવસે ચોખાનું સેવન કરે છે તેઓ આગળના જન્મમાં વિસર્પી પ્રાણી તરીકે જન્મ લે છે. એકાદશીના દિવસે ભૂલીથી પણ ગુસ્સો ન કરવો જોઈએ. આ દિવસે ક્રોધ કરશો તો ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે. આ ઘરની સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. આ દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાથી પણ બચવું જોઈએ.

એકાદશીના દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ. શારીરિક સંબંધો કે ખોટા વિચારો વગેરેથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. એકાદશી વ્રત દરમિયાન આ રંગના વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને વ્રત રાખનારાઓએ આ રંગના કપડાં પહેરવા જોઈએ.

આ એકાદશીનું શું મહત્વ છે?આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્રત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ એકાદશીમાં ભગવાન વિષ્ણુને વ્રત રાખવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે જ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે, વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે, જેના કારણે અનેક પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે.

આ એકાદશીનું શું મહત્વ છે?

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્રત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ એકાદશીમાં ભગવાન વિષ્ણુનું વ્રત રાખવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ સાથે જ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે, વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે, જેના કારણે અનેક પ્રકારના સંકટોથી મુક્તિ મળે છે.

  • Follow us on: