• અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ થશે
  • આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુ:ખ દૂર થાય
  • તંત્ર-મંત્ર સાધકો કરે માતાજીની ગુપ્ત સાધના

માઘ અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત છે આ દરમિયાન દેવીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. તાંત્રિક અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેઓ 9 દિવસ સુધી તપસ્યા અને સાધના કરે છે તેમને દુર્લભ સિદ્ધિઓ મળે છે. આ વર્ષે 2024માં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ ક્યારે છે, જાણો અહીં તિથિ, ઘટસ્થાપન અને કળશ સ્થાપન મુહૂર્ત.

અષાઢ ગુપ્ત નવરાત્રિ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ પહેલું નોરતું - 6 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ બીજુ નોરતું- 7 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ ત્રીજુ નોરતું – 8મી અને 9મી જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ ચોથુ નોરતું- 10 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ પાંચમુ નોરતું - 11 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ છઠ્ઠુ નોરતું - 12 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ સાતમુ નોરતું – 13 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ આઠમું નોરતું – 14 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ નવમું નોરતું – 15 જુલાઈ 2024

અષાઢ ગુપ્ત નવરાત્રિ 2024 તારીખ

અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ થશે અને સોમવાર, 15 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓ મા કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

અષાઢ ગુપ્ત નવરાત્રિ 2024 ઘટસ્થાપન મુહૂર્ત

અષાઢ મહિનાની પ્રતિપદા તિથિ 6 જુલાઈ, 2024ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થશે અને 7મી જુલાઈ, 2024ના રોજ સવારે 04:26 વાગ્યે સમાપ્ત થશે. જેમાં તાંત્રિક પ્રથમ દિવસે ઘટસ્થાપન કરે છે. ગૃહસ્થ જીવન જીવતા લોકો સામાન્ય પૂજા કરે છે.

ઘટસ્થાપન મુહૂર્ત - સવારે 05.29થી 10.07 સુધી

ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત - 11.58થી - 12.54 સુધી

ગુપ્ત નવરાત્રિનું મહત્વ

શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુ:ખ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. દરેક યુગમાં નવરાત્રિનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. સતયુગમાં ચૈત્ર માસની નવરાત્રિ વધુ પ્રચલિત હતી, જ્યારે ત્રેતાયુગમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ, દ્વાપર યુગમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિ અને કળીયુગમાં અશ્વિન અને શારદીય નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.


  • Follow us on: