• ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં ભક્તોની ભીડ પૂજા માટે એકઠી થઈ હતી
  • 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે
  • માતા દુર્ગા અને માતા જગદંબાનું કોઈ ચિત્ર અને મૂર્તિ નથી

નવરાત્રિ 2023નો તહેવાર દેશભરમાં હિન્દુ ધર્મ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. શારદીય નવરાત્રિમાં દેવી દુર્ગા અને તેમના નવ અવતારોની પૂજા થાય છે શારદીય નવરાત્રિ 2023 દિવસે, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં ભક્તોની ભીડ પૂજા માટે એકઠી થઈ હતી. કામાખ્યા મંદિર આસામના ગુવાહાટીમાં નીલાચલ પહાડીઓ પર આવેલું છે. મંદિર પરિસરમાં દેવી દુર્ગાની પૂજા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

ભક્ત મંદિરમાં બનેલાં એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે

[[$googlead]]

[[$alsoread]]

કામાખ્યા મંદિર દેશની 51 શક્તિપીઠોમાંથી એક છે. માન્યતા પ્રમાણે માતા સતીની યોનિનો ભાગ કામાખ્યા નામના સ્થળે પડ્યો હતો. ત્યારથી જ અહીં કામાખ્યા પીઠની સ્થાપના થઈ. વર્તમાન મંદિરનું નિર્માણ 15મી સદીનું માનવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી માત્ર કામાખ્યા મંદિરને મહાપીઠનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ મંદિરમાં માતા દુર્ગા અને માતા જગદંબાનું કોઈ ચિત્ર અને મૂર્તિ નથી. ભક્ત મંદિરમાં બનેલાં એક કુંડ ઉપર ફૂલ અર્પણ કરીને પૂજા કરે છે.

અહીં વદ પક્ષની નોમથી ઉત્સવ શરૂ થાય છે, દુર્ગા પૂજા સાથે જ કુમારી પૂજા શરૂ થાય છે

નવરાત્રિ સમયે કામાખ્યા મંદિરમાં કુલ 15 દિવસનો ઉત્સવ હોય છે, આ આયોજન વદ પક્ષની નોમથી શરૂ થાય છે અને સુદ પક્ષની નોમના દિવસે પૂર્ણ થાય છે. એટલે તેને પખુઆ પૂજા પણ કહેવામાં આવે છે. કામાખ્યા મંદિરના પૂજારી જણાવે છે કે કામાખ્યા મંદિરમાં દુર્ગા પૂજા ખૂબ જ અલગ છે. નવરાત્રિ દુર્ગા પૂજા સાથે જ કુમારી પૂજા શરૂ થાય છે. નવરાત્રિમાં બહારથી અનેક લોકો અહીં ચંડી પાઠ કરાવવા માટે આવે છે, પરંતુ અહીં દુર્ગા પૂજા શરૂ થવાના પહેલાં દિવસથી ચંડી પાઠ શરૂ થાય છે.

દુર્ગા પૂજા શરૂ થવાના પહેલાં દિવસથી ચંડી પાઠ શરૂ થાય

કામાખ્યા મંદિર વિશ્વનું સર્વોચ્ચ કુમારી તીર્થ પણ માનવામાં આવે છે. એટલે આ શક્તિપીઠમાં કુમારી પૂજા અનુષ્ઠાનનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા છે કે કુમારી પૂજા અહીં થનારી લગભગ તમામ મુખ્ય પૂજાઓમાંથી એક છે અને ખાસ કરીને તે દુર્ગા પૂજાના સમયે થાય છે. નવરાત્રિએ માતાની સાધના કરવા અને શિશ નમાવવા દૂર દૂરથી ભક્તો આવે છે અને માતાજીના આશિર્વાદ લે છે. 

  • Follow us on: