- ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાશે
- નવરાત્રિના પહેલા દિવસે ભગવાન ગણેશની પૂજા કરો અને ગણપતિ અથર્વશીર્ષનો 108 વાર પાઠ કરો
- નવરાત્રિના પહેલા દિવસે મા ભગવતીના મંદિરમાં જાઓ અને તેમને ફૂલ ચઢાવો
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દિવસથી જ હિન્દુ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તેને વિક્રમ સંવત 2080 તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, ગુડી પડવો પણ આ દિવસે થાય છે. હિન્દુ નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ સંયોગ સાથે થઈ રહી છે. નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે જો કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને આખા વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી જ શરૂ થઈ રહી છે. આ 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે મા અંબે હોડી પર સવાર થઈને આવે છે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં તેને સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને કીર્તિનો સંકેત માનવામાં આવે છે. જાણો આ દિવસના શુભ સંયોગ અને ઉપાય વિશે...










