• વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કોઈ વૃક્ષ કે છોડને નુકસાન ન પહોંચાડવુ
  • માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો
  • તામસિક ભોજન ખાવાથી વ્યક્તિને ગુસ્સો આવે છે

વિદ્યા, કળા અને સંગીતની દેવી સરસ્વતીની ખાસ પૂજા વસંત પંચમી પર કરવામાં આવે છે. દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ વર્ષે, વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી 2023, ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને અબુજ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવો શુભ સમય છે, જે દિવસે તમે ચોઘડિયા વગર દરેક શુભ કાર્ય કરી શકો છો, પરંતુ કેટલાક કામ એવા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ.

વૃક્ષો કાપશો નહીં

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વસંત પંચમીના દિવસે ભૂલથી પણ કોઈ વૃક્ષ કે છોડને નુકસાન ન પહોંચવું જોઈએ. પછી તેમની લણણીની વાત હોય કે ફૂલો તોડવાની, ભૂલથી પણ ન કરવી જોઈએ.

સાત્વીક ભોજન ગ્રહણ કરો

ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. તામસિક ભોજન ખાવાથી વ્યક્તિને ગુસ્સો આવે છે અને તેના મનમાં બીજા પ્રત્યે ખરાબ વિચારો આવે છે. વસંત પંચમીના દિવસે બીજાના મનમાં ખરાબ વિચારો લાવવાથી બચવું જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે અન્ન તેવો ઓડકાર. જેવુ ભોજન લો એવા જ વિચારો તમને આવે.

આ રંગના કપડાં ન પહેરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દરેક સ્ત્રી અને પુરુષે વસંત પંચમીના દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ નિયમોનું પાલન કરો

ધાર્મિક ગ્રંથો અનુસાર, વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી વાળમાં કાંસકો લગાવો. પરંતુ સૂર્યાસ્ત પછી આ દિવસે વાળ ઓળવાનું ટાળવું જોઈએ. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં સંધ્યા સમયે શુ ન કરવુ તેના ખાસ નિયમો છે. 

  • Follow us on: