જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જૂન મહિનામાં એક વાર બુધ નક્ષત્ર પરિવર્તન કરશે અને 6 વખત રાશિ પરિવર્તન કરશે. વાણી, બુદ્ધિ, તાર્કિક ક્ષમતા, વેપાર અને ગણિતનો કારક બુધ ગ્રહના ગોચરની તમામ રાશિ પર અસર થશે જો કે એવી કેટલીક રાશિ છે જેના પર બુધના રાશિ પરિવર્તનની વધારે અસર થશે.
બુધ ક્યારે ક્યારે કરશે રાશિ પરિવર્તન
મંગળવાર 3 જૂને બુધ મૃગશિર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરી ચુક્યો છે જેનાથી તર્ક શક્તિમાં ચતુરાઇમાં વધારો થશે. 6 જૂને સવારે બુધ પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે, આનાથી વાણીમાં , સંવાદમાં વેપારમાં વૃદ્ધિ થશે. સોમવાર 9 જૂને બપોરે બુધ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે નવા વિચારોને પ્રોત્સાહન આપશે. સોમવાર 16 જૂને સાંજે બુધ પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે જે વિચારોનું સંતોલન વધારશે. રવિવારે 22 જૂને બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે ભાવનાત્મક સંચાર અને પારિવારિક સંવાદને બળ મળશે. 25 જૂને બુધ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે જે જ્ઞાન, શિક્ષણ અને સલાહ સાથે જોડાયેલા કાર્યો માટે અનુકુળ રહેશે.
બુધના રાશિ પરિવર્તનની રાશિ પર અસર
જૂનમાં 6 વખત બુધ નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરશે જેનાથી આ 3 રાશિ પર વિશેષ અસર જોવા મળશે.
વૃષભ રાશિ
આ રાશિને આર્થિક લાભ થશે. નવમાં સ્થાને બુધ હોવાથી ભાગ્યનો સાથ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્ય કરી શકશો. મનગમતી પ્રવૃત્તિ કરવાથી માનસીક રાહત રહેશે. ચિંતાઓ દૂર થશે. ફસાયેલા નાણા પરત મળશે. પ્રભુ તરફ આસ્થા વધશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને ધનલાભ થશે. વાણીમાં પ્રભાવ વધશે. સામાજીક સ્તર સુધરશે. અટવાયેલા પૈસા પરત મળશે. જીવનમાં ખુશીઓ આવશે. તમારા મનનો ભાર હળવો થશે. વિદ્યાર્થીઓ માટે આગામી સમય સારો રહેશે. પિતૃઓની સંપત્તિમાંથી લાભ મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર શિક્ષણ ક્ષેત્રે સફળતા લાવશે. ગુરૂ-બુધની યુતિથી નોકરીમાં પદોન્નતિ અને લાભ મળશે. સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. અટવાયેલા કામ થવા લાગશે, જીવનનો રસ્તો અનુકુળ થશે. જીવનમાં ખુશીનો પ્રસંગ આવશે.