• આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે
  • નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનારાઓએ દાઢી-મૂછ અને વાળ ન કાપવા
  • નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ

દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 22 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર નવરાત્રિના આ પવિત્ર નવ દિવસોમાં આ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ.

અખંડ જ્યોતિઃ- જો તમે નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના કરી રહ્યા છો અથવા અખંડ જ્યોતિ પ્રગટાવતા હોવ તો આ દિવસોમાં તમારે ઘર ખાલી ન કરવું જોઈએ. ઘરનુ એક સભ્ય જરૂર હાજર રહેવુ જોઇએ.

વાળ કે દાઢી કાપવા - નવરાત્રિ દરમિયાન નવ દિવસ ઉપવાસ કરનારાઓએ દાઢી-મૂછ અને વાળ ન કાપવા જોઈએ. આ સમયે બાળકોનું મુંડન કરાવવું અશુભ છે. આવું કરવાથી માતા ગુસ્સે થઈ શકે છે.

ડુંગળી અને લસણથી બચવું - નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. આને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી જ નવરાત્રિ દરમિયાન તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.

કાળા કપડાથી બચો - નવરાત્રિ દરમિયાન તમારે કાળા કપડા ન પહેરવા જોઈએ. આ દરમિયાન સીવણ અને ભરતકામ જેવા કામ પર પણ પ્રતિબંધ છે. નવરાત્રિ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.

દારૂ-માંસનું સેવન ન કરો નવરાત્રિ દરમિયાન માંસ, માછલી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે.

ચામડાની વસ્તુઓનો ઉપયોગ- નવરાત્રિ વ્રત રાખનારા લોકોએ ચામડાના બેલ્ટ, ચપ્પલ-ચંપલ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. મંદિરોમાં દર્શન પહેલા પણ આ વસ્તુઓ બહાર કાઢવામાં આવે છે.

  • Follow us on: