• શક્તિ પીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટયુ
  • નવરાત્રિ પર્વને લઈ વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા
  • અંબાજી, બહુચરાજી, ચોટીલા, પાવાગઢ, રાજપરા ખોડિયાર સહિતના મંદિરોમાં વિશેષ આયોજનો

આદ્યશક્તિની ઉપાસના, સાધના માટે વિશેષ મહાત્મ્ય ધરાવતી ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. આ વર્ષે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ચૈત્રી નવરાત્રિના આરંભ સાથે જ રવિયોગ, રાજયોગ, અમૃતસિદ્ધિયોગનો સંયોગ રચાયો છે. એકેય ક્ષય તિથિ વિના 22થી 30 માર્ચ સુધીની સંપૂર્ણ નવરાત્રિ ઉજવાશે. આદ્યશક્તિનાં મંદિરોમાં પૂજા-અર્ચના, ધાર્મિક અનુષ્ઠાનની વણઝાર જોવા મળશે.

[[$googlead]]

આદ્યશક્તિની સાધના-ઉપાસના અને મંત્રજાપના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલારંભ

[[$alsoread]]

હિન્દુ સમુદાયમાં આદ્યશક્તિને સમર્પિત એવા નવ દિવસ એટલે કે નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. જે પૈકી બે ગુપ્ત નવરાત્રિ સિવાય એક આસો અને એક ચૈત્ર નવરાત્રિનો સમાવેશ થાય છે. આસો નવરાત્રિમાં ગુજરાતમાં દાંડિયા-રાસની રમઝટ જોવા મળે છે. ચૈત્ર નવરાત્રિ માતાની ઉપાસના અને સાધનાનું પર્વ ગણવામાં આવે છે.

નિજ મંદિરના દ્વાર ખુલતાં જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

22 માર્ચના બુધવારે માતાજીના ઘટસ્થાપન સાથે ચૈત્રી નવરાત્રિનો આરંભ થશે. જ્યોતિષના જણાવ્યા મુજબ, બુધવારે બપોરે 3.32 વાગ્યા સુધી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર રહેશે. આ જ દિવસે શુક્લ યોગ પણ છે. આ વર્ષે નવ દિવસની સંપૂર્ણ ચૈત્રી નવરાત્રિ રહેશે. 24મીએ રાજયોગ અને રવિયોગ છે. 25મીએ બપોરે 1.19 વાગ્યા સુધી રવિયોગ રહેશે અને તે જ દિવસે સ્થિર યોગ પણ છે. 26મીએ બપોરે ફરી વાર રવિયોગ શરૂ થશે. 27મીએ બપોરે 3.37 વાગ્યાથી બીજા દિવસે સવારે 6.43 વાગ્યા સુધી અમૃતસિદ્ધિયોગ છે.

સવારે ઘટસ્થાપન સાથે નવ દિવસની પૂર્ણ નવરાત્રીનો આરંભ, માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે

આદ્યશક્તિની સાધના, ઉપાસના, મંત્રજાપ માટે શ્રોષ્ઠ માનવામાં આવતી ચૈત્રી નવરાત્રિનો આજથી આરંભ થઇ ચુક્યો છે. આ વર્ષે રવિયોગ, રાજયોગ, અમૃતસિદ્ધિયોગના સંયોગ વચ્ચે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થઇ છે જેને ખુબજ શુભ માનવામાં આવે છે. ગુજરાતના આદ્યશક્તિના મંદિરોમાં પૂજા-અર્ચના, ધાર્મિક અનુષ્ઠાનની વણઝાર જોવા મળશે. ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાથે જ ચંડીપાઠ, અનુષ્ઠાન, દેવીયજ્ઞ, શ્રાીયાગ કરાવવા ફળદાયી માનવામાં આવે છે. બુધવારે સવારે ઘટસ્થાન સાથે પર્વની ઉજવણી શરૂ થશે.

ચૈત્રી નવરાત્રિમાં કઠિન સાધના, કઠિન વ્રતનું મહત્ત્વ છે. આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા સાધકો માટે ચૈત્રી નવરાત્રિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાજ્યના મુખ્ય માઈ મંદિરો અંબાજી, બહુચરાજી, ચોટીલા, પાવાગઢ, રાજપરા ખોડિયાર સહિતના આદ્યશક્તિનાં મંદિરોમાં સવારથી મોડી સાંજ સુધી ભક્તોની ભીડ જોવા મળશે.

આજે મરાઠી સમાજમાં ગુડી પડવો, કાલે ચેટી ચાંદની ઉજવણી

ચૈત્ર માસના આરંભે ચૈત્ર સુદ એકમે મરાઠી સમુદાયમાં ગુડી પડવાની ઉજવણી થશે. ચૈત્ર સુદ એકમે મરાઠી સમુદાયના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. હિન્દુ સમુદાયનું પણ નવું વર્ષ માનવામાં આવે છે. પ્રભુ રામ 14 વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘરે ઘરે ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સિવાય ગુરુવારે સિંધી સમાજ માટે ભારે મહાત્મ્ય ધરાવતા પર્વ ઝુલેલાલ જયંતી એટલે કે ચેટી ચાંદની પણ ઉજવણી થશે.


  • Follow us on: