- નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે
- નવરાત્રિની બે સૌથી મહત્વપૂર્ણ તિથિઓ અષ્ટમી અને નવમી તિથિ છે
- અષ્ટમી તિથિ પર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે
હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ ખાસ છે કારણ કે ચૈત્ર નવરાત્રિથી જ હિંદુ નવા વર્ષની શરૂઆત થઈ છે. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિની બે સૌથી મહત્વપૂર્ણ તિથિઓ અષ્ટમી અને નવમી તિથિ છે. અષ્ટમી તિથિ પર માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, ઘણા લોકો આ દિવસે વિશેષ વ્રત રાખે છે. અષ્ટમીના દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવે છે.
મહાષ્ટમી કન્યા પૂજન શુભ મુહૂર્ત
આ વર્ષે અષ્ટમી આજે એટલે કે 29 માર્ચ, બુધવાર છે. હિન્દુ કેલેન્ડર મુજબ, અષ્ટમી તિથિ 28 માર્ચ, બુધવાર, સાંજે 07:02 વાગ્યે શરૂ થઈ છે અને 29 માર્ચ, આજે રાત્રે, 09:07 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 04.42થી 05.29 સુધી રહેશે. મહાઅષ્ટમીનું અમૃત મુહૂર્ત સવારે 09.02થી 10.49 સુધી રહેશે. આજે ભદ્રા કાલ સવારે 06.15થી 08.01 સુધી રહેશે, ત્યારબાદ આખો દિવસ કન્યાની પૂજા કરી શકાશે.
ગોરણી પૂજનનું મહત્ત્વ
અષ્ટમી કન્યા ભોજન અથવા પૂજા માટે એક દિવસ પહેલા કુવારી કન્યાઓને આમંત્રિત કરવામાં આવે છે. આ ગોરણીઓને વીધી વત રીતે કંકુ અક્ષત અને ફૂલોથી પૂજા કરો ભાવપૂર્વક માના નવ દુર્ગાના તમામ નવ નામોનો જાપ કરો. આ કન્યાઓને આરામદાયક અને સ્વચ્છ જગ્યાએ બેસાડી અને તેમના ચરણોને થાળીમાં રાખીને તમારા હાથથી તેમના પગ ધોઈ લો. આ પાણીને માથા પર ભાવપૂર્વક અડાડો.
આ પછી ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. કપાળ પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવો. ત્યારપછી મા ભગવતીનું ધ્યાન કરીને કન્યાઓને તેમની ઈચ્છા મુજબ દેવીના રૂપમાં ભોજન કરાવો. ભોજન કર્યા પછી, તમારી ક્ષમતા અનુસાર કન્યાઓને ભેટ આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. તમે નવ છોકરીઓમાં છોકરાને કાલભૈરવના રૂપમાં પણ બેસાડી શકો છો.
નવરાત્રિમાં અષ્ટમી અથવા નવમી પર એક પછી એક નવ કન્યાઓની પૂજા કરવામાં આવે છે. માતા બે વર્ષની બાળકી (કુમારી)ની પૂજા કરીને દુ:ખ અને ગરીબી દૂર કરે છે. ત્રણ વર્ષની છોકરીને ત્રિમૂર્તિ માનવામાં આવે છે. ત્રિમૂર્તિ કન્યાની પૂજાથી પરિવારમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. ચાર વર્ષની છોકરીને કલ્યાણી ગણવામાં આવે છે. તેની પૂજાથી પરિવારનું કલ્યાણ થાય છે. જ્યારે પાંચ વર્ષની બાળકી રોહિણી કહેવાય છે. રોહિણીની પૂજા કરવાથી વ્યક્તિ રોગોથી મુક્ત થાય છે. છ વર્ષની બાળકીનું નામ કાલિકા રૂપ છે.
જ્ઞાન, વિજય, રાજયોગ કાલિકા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. સાત વર્ષની બાળકીનું રૂપ ચંડિકાનું છે. ચંડિકા સ્વરૂપની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આઠ વર્ષની છોકરીનું નામ શાંભવી. તેમની પૂજા કરવાથી વાદ-વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. નવ વર્ષની છોકરીને દુર્ગા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને અસાધ્ય કાર્યો સિદ્ધ થાય છે. દસ વર્ષની કન્યાને સુભદ્રા કહે છે. સુભદ્રા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.









