- દેવીના નામમાં ‘બ્રહ્મા’ એટલે તપસ્યા
- નારદજીના કહેવાથી માતા બ્રહ્મચારિણી દેવીએ હજારો વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી
- તપસ્વી આચરણના પરિણામે તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું
માતા બ્રહ્મચારિણી દેવી નવરાત્રિના બીજા દિવસની પ્રમુખ દેવી છે.તેમનું સ્વરૂપ ખૂબ જ આહલાદક અને ભવ્ય છે. દેવીના નામમાં ‘બ્રહ્મા’ એટલે તપસ્યા. એટલે કે તપસ્યા કરનાર દેવી. નારદજીના કહેવાથી માતા બ્રહ્મચારિણી દેવીએ હજારો વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી. તેના તપસ્વી આચરણના પરિણામે તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું. માતાના એક હાથમાં કમંડળ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ મનને શાંતિ આપનાર છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિસ્થાનમાં સ્થિત રહે છે.
મા બ્રહ્મચારિણી કથા
જ્યારે સતીનો પુનઃ જન્મ થયો ત્યારે તે હિમાલય રાજની પુત્રી તરીકે આવ્યા હતા. નારદજીની સલાહ પર તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી. તેથી જ તેમને 'તપશ્ચરિણી' અથવા 'બ્રહ્મચારિણી' કહેવામાં આવે છે. કંદ ખાવામાં હજાર વર્ષ વિતાવ્યા, સો વર્ષ શાકભાજી ખાવામાં વિતાવ્યા.ઉનાળામાં સૂર્ય સામે તપ કર્યુ અને શિયાળામાં ઠંડી સહન કરતા અને ખુલ્લા આકાશ નીચે સૂતા. સૂકા પર્ણ ખાઈને વિતાવ્યા
ભગવાન શિવે તેમની ઘણી વખત પરીક્ષા કરી
પછી તેમણે પાન ખાવાનું પણ બંધ કરી દીધું અને આથી જ માતાને 'અપર્ણા' તરીકે ઓળખવામાં આવી. ભગવાન શિવે તેમની ઘણી વખત પરીક્ષા કરી જેમાં તે સંપૂર્ણ રીતે સફળ રહ્યા. આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માના આશીર્વાદ મળ્યા. ભગવાન બ્રહ્માજીએ ખાતરી આપી કે શિવ તેમની સાથે ચોક્કસપણે વિવાહ કરશે અને સલાહ પણ આપી કે તેના પિતા થોડીવારમાં આવવાના છે, તેથી પાર્વતીએ તેના પિતા સાથે હિમાલયમાં પાછા ફરવું જોઈએ અને શિવજીની રાહ જોવી જોઈએ.
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે મહિલાઓ સફેદ સાડી પહેરે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે બે કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.