ચંદ્રમાં એટલે મનનો કારક ગ્રહ જો કુંડળીમાં ચંદ્ર નબલો હોય તો વ્યક્તિ મનનો નબળો બને તેને નિર્ણય લેવામાં મુશ્કેલી પડે, સંબંધો બાંધતા ડર લાગે અને આત્મવિશ્વાસમાં સતત ઘટાડો જોવા મળે એ જ રીતે કુંડળીમાં ચંદ્ર ગ્રહ મજબુત હોય તો જાતક ખુબજ વાચાળ બને. તેને પોતાના દરેક નિર્ણય પર વિશ્વાસ રહે. જે પણ કામ કરે તેમાં મનલગાવીને કરે. આત્મવિશ્વાસથી અડદી બાજી જીતી લે.
ચંદ્ર ગ્રહ માના સ્થાનને સીધી અસર કરે
ચંદ્ર ગ્રહ માના સ્થાનને સીધી અસર કરે જો તમે ખુબ લાગણીશીલ હો તો તમારા સંબંધો વધારે મજબુત બનાવે. ચંદ્ર ખુબજ જલ્દીથી રાશિ પરિવર્તન કરે છે. ચંદ્રના ગોચરની તમામ રાશિ પર અસર થાય છે.
24 જૂને સવારે ચંદ્રમાં મિથુન રાશિમાં અસ્ત થશે
વૈદિક પંચાગ અનુસાર 24 જૂને સવારે ચંદ્રમાં મિથુન રાશિમાં અસ્ત થશે, 3 દિવસ સુધી ચંદ્રમાં આ જ અવસ્થામાં રહેશે 26 જૂને ફરીથી ચંદ્રમાં ઉદય પામશે અને તે પણ મિથુન રાશિમાં જૂનમાં ચંદ્રમાંના અસ્થ થવાની કઇ રાશિ પર કેવી અસર થશે જાણીએ વિસ્તારથી.
મેષ રાશિ
મેષ રાશિને આ ચંદ્રમાના ગોચર થવાથી વ્યક્તિત્વમાં નિખાર આવશે. વાણી પર કાબુ રહેશે. આત્મવિશ્વાસ છલોછલ થશે. નવા લોકો સાથે મુલાકાત કરી શકશો. કળા સાથે જોડાયેલા ક્ષેત્રે લાભ થશે. આવક વધતા મનગમતા શોખ પૂર્ણ કરી શકશો. વિવાહીક જીવનમાં મધુરતા રહેશે. ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકશો.
મિથુન રાશિ
આ રાશિમાં ચંદ્રમાનો અસ્ત થતો હોવાથી સૌથી વધુ આ રાશિ પર પ્રભાવ જોવા મળશે. પૈસાની કમી ઓછી થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સુખ-સંપત્તિ પ્રાપ્ત કરી શકશો. દરેક પરીક્ષામાં સફળતા મળશે. વેપાર ધંધામાં પ્રગતિ થશે, મનના કોડ પુરા થશે, સુખનુ સરનામિ મળી શકશે. યુવાનોને સૌથી વધુ લાભ મળશે.