- મોટી સંખ્યામાં ભક્તો સુપ્રસિદ્ધ મંદિરોમાં પૂજા અર્ચના કરી રહ્યા છે
- આજે નવમુ નોરતુ સાથે સાથે શારદિય નવરાત્રિનો અંતિમ દિવસ
- ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા
સમગ્ર દેશમાં આજે શારદિય નવરાત્રિનો અંતિમ દિવસ છે, નવલી નવરાત્રિએ ભક્તો ભાવપૂર્વક માતાજીની ભક્તિમાં લીન થઇ ગરબે ઘુમ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો સુપ્રસિદ્ધ મંદિરોમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. આજે નવમુ નોરતુ સાથે સાથે શારદિય નવરાત્રિનો અંતિમ દિવસ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દેવી દુર્ગા અને તેના નવ અવતારોની પૂજા કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળી હતી. કામાખ્યા મંદિર,
આ મંદિર કુલાચાર તંત્ર માર્ગનું કેન્દ્ર છે
આસામના ગુવાહાટીમાં નીલાચલ પહાડીઓ પર સ્થિત છે, તે દેવી કામાખ્યાને સમર્પિત તાંત્રિક પ્રથાઓના સૌથી જૂના અને સૌથી આદરણીય કેન્દ્રોમાંનું એક છે. આ મંદિર કુલાચાર તંત્ર માર્ગનું કેન્દ્ર છે અને અંબુબાચી મેળાનું સ્થળ છે, જે વાર્ષિક તહેવાર છે જે દેવીના માસિક ચક્રની ઉજવણી કરે છે. કામાખ્યા મંદિર દાયકાઓથી કાળા જાદુ માટે પ્રખ્યાત છે અને કોઈપણ કાળા જાદુને દૂર કરવા માટે વિશેષ પૂજા અને વશિકરણ ક્રિયા માટે પ્રખ્યાત છે.
કેરળ ભક્તો તિરુવનંતપુરમના ચેન્થિટ્ટા દેવી મંદિરે પહોંચ્યા
શારદિય નવરાત્રિના અંતિમ દિવસે કામાખ્યા મંદિરમાં ભક્તો ઉમટ્યાં. કેરળ નવરાત્રીના છેલ્લા દિવસે પ્રાર્થના કરવા માટે ભક્તો તિરુવનંતપુરમના ચેન્થિટ્ટા દેવી મંદિરે પહોંચ્યા.પુડુચેરીમાં મુથુકુમારસ્વામી મંદિરમાં નવરાત્રિ પર કુમારીકાની 'પાલંભિકાઈ પૂજા' કરવાની પરંપરા ઉજવવામાં આવી. મોટી સંખ્યામાં કન્યાપૂજા કરાઇ.
શ્રી માતા વૈષ્ણો દેવી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા
જમ્મુ-કાશ્મીર નવરાત્રિના અંતિમ દિવસે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગુજરાતમાં સુરતના શ્રી અંબિકા નિકેતન મંદિરમાં નવરાત્રિના નવમા દિવસે વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. દિલ્હીના છતરપુર મંદિરમાં વહેલી સવારે 'આરતી' કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર મુંબઈના મુમ્બા દેવી મંદિરમાં વહેલી સવારે 'આરતી' કરવામાં આવી હતી.









