વૈદિક કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, મૃત્યુના ભગવાન યમરાજ અને કુબેરજીની પૂજા કરવાની પરંપરા છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે છે. સોનું, ચાંદી, વાસણો વગેરેની ખરીદી શુભ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે. ચાલો જાણીએ ધનતેરસની તિથિ, પૂજા પદ્ધતિ અને પૂજા-મુહૂર્ત...
ધનતેરસે આટલુ ખરીદવુ શુભ
હળદર ગાંઠ
ધનતેરસના દિવસેહળદરની એક ગાંઠ અવશ્ય ખરીદો. પીળી કે કાળી હળદરને માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી તેને ધનતેરસના દિવસે લાવવાથી શુભ ફળ મળે છે.
આખા ધાણા ખરીદો
ધનતેરસના દિવસે ધાણા અવશ્ય ખરીદવા જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દિવાળીના દિવસે આખા ધાણા ખરીદીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા જોઈએ.
ધનતેરસ પર સાવરણી ખરીદો
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. તેથી, આ દિવસે સાવરણી ખરીદવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
લોખંડની વસ્તુઓ ખરીદશો નહીં
ધનતેરસના દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુઓ ન લાવવી જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મકતા આવી શકે છે. તેમજ ધનના દેવતા કુબેર ગુસ્સે થઈ શકે છે.
સ્ટીલના વાસણ ન ખરીદો
શાસ્ત્રો અનુસાર ધનતેરસ પર સ્ટીલના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ. સ્ટીલને બદલે, તમે તાંબા અથવા કાંસાના વાસણો ખરીદી શકો છો. જેના કારણે જીવનમાં સમૃદ્ધિ રહે છે.
ધનતેરસની ખરીદી માટે શુભ સમય
પ્રથમ ખરીદીનું મુહૂર્ત
ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, આ યોગમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ યોગ સવારે 6:32 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 10:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ યોગમાં જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે વસ્તુઓ ત્રણ ગણી વધી જાય છે.
બીજી ખરીદીનું મુહૂર્ત
ધનતેરસના દિવસે અભિજીત મુહૂર્ત સંયોગ છે અને આ સમય દરમિયાન ખરીદી કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. આ મુહૂર્ત 29 ઓક્ટોબરના રોજ સવારે 11:42 થી 12:27 સુધી રહેશે, જે દરમિયાન તમે ખરીદી કરી શકો છો.
ત્રીજુ શુભ મુહૂર્ત
આ શુભ સમય સાંજે 06:36 થી સવારે 08:32 સુધીનો રહેશે જે પ્રદોષ કાળનો છે. તેમાંથી આ મુહૂર્ત શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે.