સનાતન ધર્મના લોકો માટે ખુશીના પ્રતિક એવા દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. દિવાળીએ લોકો હર્ષોલ્લાસ સાથે ઘરને શણગારે છે અને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. વૈદિક કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે.


આ વખતે દિવાળીનો દિવસ ધાર્મિક દ્રષ્ટિકોણથી અને જ્યોતિષીય ગણતરી બંને રીતે ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે અનેક શુભ યોગોનો એક મહાન સંયોગ બની રહ્યો છે. દિવાળી પર, વૃષભમાં ગુરુ, ગુરુ અને શુક્રની યુતિના કારણે સમસપ્તક યોગ બની રહ્યો છે, આ યોગથી કોને થશે ફાયદો જાણીએ વિગતવાર.

મિથુન રાશિ

દિવાળી પર સમસપ્તક યોગ મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવશે. વેપારીઓને આર્થિક તંગીમાંથી મુક્તિ મળીને માનસિક શાંતિ મળશે. તેમજ તેઓ આર્થિક રીતે મજબૂત થશે. નોકરિયાત લોકોના સહકર્મીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે, પરીક્ષામાં સારા માર્ક્સ મળશે. ઘરેલું સમસ્યાઓનો અંત આવવાથી વડીલોને માનસિક તણાવથી રાહત મળશે, જેનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોની આ વખતે દિવાળી સારી રહેશે. ગુરુ અને શુક્રના વિશેષ આશીર્વાદથી વેપારીઓના અટકેલા કામ પૂરા થશે, જેના કારણે વેપારના વિસ્તરણ માટે બનાવેલી યોજનાઓ સફળ થશે. ભવિષ્યમાં સારો આર્થિક લાભ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોને સમસપ્તક યોગને કારણે શુભ ફળ મળશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને આર્થિક લાભ થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરિયાત લોકોને જૂના રોકાણથી પણ સારો ફાયદો મળી શકે છે. પ્રેમ સંબંધમાં જોડાયેલા લોકોના જીવનસાથી તેમને વિદેશ પ્રવાસ પર લઈ જઈ શકે છે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે.

  • Follow us on: