નવરાત્રિની ઉજવણી સમાપ્ત થતાની સાથે જ ફરી એકવાર લોકો આતુરતાથી દિપાવલીના શુભ અવસરની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. દિવાળી એટલે સાવ સામાન્ય માણસથી લઇને મોટા ગજાનો માણસ પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરશે. આ તહેવાર સળંગ 5 દિવસનો હોવાથી જીવનમાં રોશનીની ઝમગમ અને આનંદ ઉલ્લાસ ભરી દેનાર છે. લોકો નવા કપડા ખરીદે, મીઠાઇ આપે અને લે તેમજ ફટાકડાઓ ફોડે છે. પોતપોતાની ક્ષમતા મુજબ સૌ કોઇ આ તહેવારને ઉજવે છે.
આપણે ઓક્ટોબર અને નવેમ્બરમાં આવતા તહેવારોની યાદી નોંધી લઇએ.
20 ઓક્ટોબર- રવિવાર- કરવા ચોથ
21મી ઓક્ટોબર, સોમવાર- રોહિણી વ્રત
24 ઓક્ટોબર, ગુરુવાર - અહોઈ અષ્ટમી
28 ઓક્ટોબર, સોમવાર- રમા એકાદશી
29 ઓક્ટોબર- મંગળવાર- ધનતેરસ, પ્રદોષ વ્રત
30 ઓક્ટોબર બુધવાર-કાળી ચૌદસ
31 ઓક્ટોબર- ગુરુવાર- દિવાળી
1 નવેમ્બર શુક્રવાર-પડતર દિવસ (ધોકો)
02 નવેમ્બર- શનિવાર- ગોવર્ધન પૂજા, અન્નકૂટ, બેસતું વર્ષ
3 નવેમ્બર રવિવાર ભાઇબીજ
07 નવેમ્બર- ગુરુવાર- છઠ પૂજા
09 નવેમ્બર, શનિવાર- દુર્ગાષ્ટમી વ્રત, ગોપાષ્ટમી
10મી નવેમ્બર, રવિવાર- અક્ષય નવમી
12 નવેમ્બર, મંગળવાર- પ્રબોધિની એકાદશી
13 નવેમ્બર- બુધવાર- પ્રદોષ વ્રત, તુલસી વિવાહ
15 નવેમ્બર- શુક્રવાર- કાર્તિક પૂર્ણિમા વ્રત, ગુરુ નાનક જયંતિ
લક્ષ્મી પૂજાનો શુભ સમય
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ વખતે લક્ષ્મી પૂજાનો શુભ સમય 31 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 5 થી 10:30 સુધીનો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો. આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ છે. દેવી લક્ષ્મી દરેક ઘરમાં પધારે છે અને તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે આશીર્વાદ આપે છે.