દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ તહેવાર કારતક મહિનાની અમાસના દિવસે આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પદ્ધતિસર કરવાથી ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તેની સાથે આર્થિક લાભ પણ થાય છે.


ખરેખર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો પોતાના ઘરની સફાઈમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે આ દિવાળીમાં દેવી લક્ષ્મી તમારા ઘરે આવે, તો કેટલીક વસ્તુઓ તમારા ઘરની બહાર રાખો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી તમારા પર દેવીની કૃપા થશે અને દરિદ્રતા પણ દૂર થશે.

દિવાળી પહેલા ઘરની બહાર કરો આ 5 વસ્તુઓ

તૂટેલા કાચ

જો તમારા ઘરમાં તૂટેલા કાચ હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા અરીસાને રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. તેનાથી પરિવારના સભ્યો પર પણ ખરાબ અસર પડે છે. તેથી દિવાળી પહેલા ઘરમાં પડેલા તૂટેલા અરીસાને દૂર કરી દેવા જોઈએ.

બંધ પડેલી ઘડિયાળ

ઘરમાં બંધ ઘડિયાળ હોવું એ સમયના વિક્ષેપ અને નકારાત્મકતાની નિશાની માનવામાં આવે છે. બંધ ઘડિયાળનો અર્થ છે કે જીવનમાં પ્રગતિ અટકી ગઈ છે. તેથી, અટકેલી ઘડિયાળનું સમારકામ કરાવો અથવા તેને ઘરમાંથી દૂર કરો.

જૂનું અથવા ક્ષતિગ્રસ્ત ફર્નિચર

ઘરમાં જૂનું કે તૂટેલું ફર્નિચર હોવું પણ નકારાત્મકતા દર્શાવે છે. ઘરમાં રાખવામાં આવેલ ખરાબ કે તૂટેલું ફર્નિચર ઘરની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. તેથી દિવાળી પહેલા આવા ફર્નિચરને ઘરમાંથી હટાવી દેવા જોઈએ.

તૂટેલી પ્રતિમા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની તુટેલી મૂર્તિઓ રાખવી અશુભ માનવામાં આવે છે. તેથી દિવાળી પહેલા આવી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે.

લોખંકનો ભંગાર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત લોખંડની વસ્તુઓ રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે. જેના કારણે આર્થિક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઘરમાંથી ખરાબ લોખંડની વસ્તુઓ દૂર કરવી જોઈએ.

  • Follow us on: