વર્ષ 2024માં દિવાળીમાં ફરી એકવાર તારીખને લઇને થોડુ કન્ફ્યુઝન છે આ વખતે પણ પડતર દિવસ છે દિવાળી 31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બરે આવી રહી છે અને તે પહેલાં 29 અને 30મીએ ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવશે. 29 ઓક્ટોબરે ગ્રહોનો રાજકુમાર બુધ તેની રાશિ બદલી રહ્યો છે. બુધ શુક્ર ગ્રહ સાથે યુતિ રચશે, જેની તમામ રાશિઓ પર સકારાત્મક અસર પડશે.
29 ઓક્ટોબરથી બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે
13 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો અને હવે 29 ઓક્ટોબરથી બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. આ કારણે વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધની યુતિ રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે અને બુધ ગ્રહને ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપના પ્રતિનિધિ માનવામાં આવે છે. જે ધન, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો કરે છે. બુધ-શુક્રની આ યુતિને કારણે આ રાશિના લોકો દિવાળી પહેલા ધનવાન બની શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે શુક્ર અને બુધની યુતિથી વૃશ્ચિક રાશિમાં બનેલા લક્ષ્મી નારાયણ યોગની અસર ખૂબ જ શુભ જોવા મળી રહી છે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે કારણ કે પૈસા એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવશે. વેપારીઓના પૈસા ક્યાંક અટવાયેલા હોય તો મળી શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય તમારો સાથ આપશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધ અને શુક્રની યુતિ ખૂબ જ ફળદાયી રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થવાની સંભાવના છે. બિઝનેસ મીટિંગમાં સફળતા મળશે અને નવા ગ્રાહકો જોડાશે. વિવાહિત જીવનમાં પૈસાના કારણે થતા તણાવમાંથી તમને રાહત મળશે. તમારા યોગ્ય પ્રયાસોને કારણે ઘણા પૈસા મળવાની સંભાવના છે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે સમય અનુકૂળ રહેશે. નોકરીમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેનો ઉકેલ આવી શકે છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. કરિયરમાં તમને નવી તકો મળશે. તમારા કામની પ્રશંસા થશે અને તમારું સન્માન થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે. જૂના દેવા ચુકવવામાં તમને સફળતા મળશે. નવા રોકાણ કરવા માટે આ સારો સમય છે.