- સૂર્યાસ્ત બાદ સ્નાન ન કરો
- રાતના સમયે કપડા ધોઈને ન સૂકવો
- સાંજનું વધેલું ખાવાનું ખુલ્લું રાખવું અશુભ મનાશે
જ્યોતિષમાં અનેક એવા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. જો તમે તેનું પાલન નહીં કરો તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રોમાં સૂર્યાસ્ત બાદ કેટલાક કામ અશુભ માનવામાં આવ્યા છે. આ કામને કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. પૌરાણિક કથામાં પણ આ નિયમનો ઉલ્લેખ કરાયો છે. કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ વર્જિત કામ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘર છોડીને જતી રહે છે. તો જાણો કયા કામ ન કરવા જોઈએ.
સૂર્યાસ્ત બાદ સ્નાન ન કરો
શાસ્ત્રોમાં સૂર્યાસ્ત બાદ કેટલાક કામ અશુભ માનવામાં આવે છે. તેમાં સાંજના સમયે સ્નાન કરવાનું પણ સામેલ છે. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી જતી રહે છે. એવામાં વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે.
રાતના સમયે કપડા ધોવા
જ્યોતિષમાં કહેવાયું છે કે રાતના સમયે કપડાં ધોવાનું વર્જિત છે. કહેવાય છે કે રાતે કપડાં ધોઈને આકાશ નીચે રાખવાથી કપડાંમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. આ પછી કપડાંને પહેરો છો ત્યારે તે નકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના મગજ પર ખરાબ અસર કરે છે. એવામાં ધ્યાન રાખો કે જે કપડાં સાંજ સુધી સૂકાયા નથી તેને આકાશ નીચે ન રાખો.
ખાવાનું ઢાંકીને રાખો
જ્યોતિષમાં કહેવાયું છે કે સૂર્યાસ્ત પહેલા જ ભોજન કરી લેવું શુભ હોય છે. સાંજનું વધેલું ખાવાનું ખુલ્લું રાખવું અશુભ હોય છે જે માતા લક્ષ્મીને નારાજ કરે છે. કહેવાય છે કે ખાવાનું ખુલ્લું રાખવાથી તેમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે.