• લોખંડ કે સ્ટીલની વસ્તુનું દાન કરવું નહીં
  • આ દિવસે સફેદ વસ્તુનું દાન ટાળવું
  • રૂપિયાનું દાન વધારશે આર્થિક મુશ્કેલી

હિન્દુ ધર્મમાં રંગોનું પર્વ હોળી ઉત્સાહ સાથે ઉજવાય છે અને સાથે આ દિવસની તૈયારી લોકો અનેક દિવસો પહેલાથી શરૂ કરે છે. માન્યતા છે કે હોળીના દિવસે કોઈ વ્યક્તિ યોગ્ય વસ્તુઓનું દાન કરે તો તેના જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી અને સાથે જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે. જ્યોતિષના અનુસાર આ દિવસે તમે ભૂલથી પણ કેટલીક વસ્તુનું દાન કરો છો તો તમારા ઘરમાં સમસ્યાઓ વધી જાય છે. તો જાણો હોળીએ કઈ વસ્તુનું દાન યોગ્ય માનવામાં આવતું નથી.

શું છે ધાર્મિક માન્યતા

હોળીના અવસરે કેટલીક ખાસ ચીજો ખરીદી લેવામાં આવે તો તમારા સૌભાગ્યમાં વધારો થાય છે.કેટલીક ખાસ ચીજનું દાન તમારા જીવનમાં ખુશીઓ લાવે છે. શાસ્ત્રોમાં હોળીના દહનના દિવસે કેટલીક ચીજોનું દાન કરવાની મનાઈ હોય છે. આ ચીજનું દાન કરવાથી તમારી મુશ્કેલીઓ વધી જાય છે.

આ વસ્તુનું દાન ન કરો

વાસ્તુ અનુસાર હોળિકા દહન અને રંગોની હોળીના દિવસે લોખંડ કે સ્ટીલની વસ્તુનું દાન કરવું નહીં. આ ચીજોને તમે કોઈની પાસેથી લેશો પણ નહીં. આ ચીજોનું દાન લેવા કે આપવાથી તમારા જીવનમાં આર્થિક સંકટ વધે છે.

સફેદ ચીજોનું દાન ટાળો

સફેદ ચીજોનો સંબંધ શુક્ર સાથે માનવામાં આવે છે. માટે આ દિવસે હોળિકા દહન અને રંગોની હોળીના દિવસે દૂધ, દહીં અને ખાંડનું દાન ન કરવું. જો તમે એવું કરો છો તો તમારી કુંડળીમાંનો શુક્ર ગ્રહ નબળો હોઈ શકે છે અને તેનો દોષ રહે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં ખામીની તરફ ઈશારો કરે છે.

વસ્ત્રોનું દાન ન કરો

સામાન્ય રીતે વસ્ત્રોનું દાન પુણ્ય માનવામાં આવે છે પણ હોળિકા દહન અને રંગોની હોળીના દિવસે આ દાન કરવું નહીં, વાસ્તુ અનુસાર આ બંને દિવસોએ વસ્ત્રોનું દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ તથા ખુશહાલી ધીરે ધીરે જતી રહે છે.

રૂપિયાનું દાન ટાળો

વાસ્તુ અનુસાર હોળિકા દહનના દિવસે કે હોળીના દિવસે રૂપિયાનું દાન ન કરવું. આ દિવસે રૂપિયાનું દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ જીવનભર તમને પરેશાન કરી શકે છે.

મહિલાઓ આ વાતનું ધ્યાન રાખે

હોળિકા દહનના દિવસે પરિણિત મહિલાઓએ શણગારની ચીજોનું દાન કરવું નહીં, માન્યતા છે કે હોળિકા દહનના દિવસે અગ્નિમાં નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. આ દિવસે તમે કોઈ પણ સુહાગની વસ્તુઓને અન્ય મહિલાને ન આપો. આમ કરવાનું પતિ પર મુશ્કેલીઓ વધારી શકે છે.  

  • Follow us on: