• માતા લક્ષ્મીની પસંદ અનુસાર કરો કાર્ય
  • દિવાળીની રાતે ઘરમાં પત્તા ન રમવા
  • બ્રહ્મચર્યનું પાલન કરવું અને તામસિક પદાર્થનું સેવન ટાળવું

દિવાળીનું પર્વ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ સમય હોય છે. આ દિવસે કરાયેલી એક નાની ભૂલ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે. તો જાણો દિવાળઈની રાતે કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે ખાસ કરીને માતા લક્ષ્મીને શું પ્રિય છે અને શું અપ્રિય છે તે જાણી લેવું અને પછી એ કામ કરવા જે લક્ષ્મીજીને પ્રસન્ન છે. આ વર્ષે 12 નવેમ્બર અને રવિવારે દિવાળીનો તહેવાર ઉજવાશે.

માતા લક્ષ્મીને ન કરો નારાજ

સાથે જ દિવાળીના દિવસે એવું કોઈ કામ ન કરવું જે માતા લક્ષ્મીને નારાજ કરો. કેમકે આ દિવસે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર આવે છે અને ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ દિવસે માતા લક્ષ્મીને નારાજ કરવા એ પોતાના જીવનમાં ગરીબી, દુઃખને આમંત્રણ આપવા બરોબર છે.

ન રમો પત્તા

અનેક લોકો દિવાળીની રાતે પૂજન બાદ ઘરમાં પત્તા રમે છે. અનેક જગ્યાઓએ આ બાબત પારંપરિક માનવામાં આવે છે. જ્યારે એવું કરવું ખોટું છે. દિવાળીના પવિત્ર દિવસે પત્તા રમવા નહીં. તેના કારણે પાંડવોને વનવાસ સહન કરવો પડ્યો અને પછી મહાભારતનું યુદ્ધ થયું હતું.

બ્રહ્મચર્યનું કરો પાલન

શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સ્ત્રીઓનું સમ્માન કરવું જોઈએ. દિવાળીની રાતે પતિ અને પત્નીએ બ્રહ્મચર્ય વ્રત કરવું. આ દિવસે ઘરના સિવાય તન-મન પણ શુદ્ધ રાખવું જોઈએ.

તામસિક ભોજન ન કરો

દિવાળીની રાતે માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. ભૂલથી પણ દિવાળીના દિવસે ઘરમાં તામસિક ભોજન ન બનાવો અને ન તો તેનું સેવન કરો. દિવાળીએ કોઈ પણ પ્રકારના વ્યસનને ટાળો. તે આદતથી માતા લક્ષ્મી નારાજ થાય છે. આ ઘરમાં તે ક્યારેય પોતાના આશીર્વાદ આપતી નથી. 

  • Follow us on: