• 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગ
  • આ ત્રણ શુભ યોગમાં પૂજા-પાઠ સાથે જ ધ્યાન કરવું
  • વિષ્ણુજી સામે ગાયના દૂધથી બનેલાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ

રવિવાર, 24 જુલાઈએ અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે. 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગમાં કામિકા એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રત વિષ્ણુજીના ભક્તો સાથે જ શિવજીના ભક્તો માટે પણ ખાસ છે. આ દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. 24 જુલાઈએ વૃદ્ધિ યોગ, ધ્રુવ યોગ અને દ્વિપુષ્કર યોગ રહેશે. સવારથી બપોરે 2 વાગ્યા સુધી વૃદ્ધિ યોગ, તે પછી ધ્રુવ યોગ શરૂ થશે. રાતે 10 વાગ્યાથી દ્વિપુષ્કર યોગ શરૂ થશે, જે બીજા દિવસે સવારે 5.35 વાગ્યા સુધી રહેશે.

અષાઢ મહિનાની એકાદશી અને આ ત્રણ શુભ યોગમાં પૂજા-પાઠ સાથે જ ધ્યાન પણ કરવું જોઈએ. તમે ઇચ્છો તો મંત્ર જાપ કરતા-કરતા ધ્યાન કરી શકો છો. દીવો પ્રગટાવીને તેની જ્યોતિને જોઈને પણ ધ્યાન કરી શકાય છે.

કામિકા એકાદશીનું મહત્ત્વ

માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. જૂના પાપની અસર ઘટશે. જે લોકોની કુંડળીમાં પિતૃદોષ છે અથવા કોઈ અન્ય ગ્રહનો દોષ હોય તો તે દોષનો પ્રભાવ ઘટશે. એકાદશી વ્રત કરનાર ભક્તોએ અનાજનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે ફળાહાર કરો અને દૂધનું સેવન કરો. વિષ્ણુજી સામે ગાયના દૂધથી બનેલાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. એક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક ક્ષત્રિયે આ વ્રત કર્યું હતું તો તેને પાપમાંથી મુક્તિ મળી ગઈ હતી અને સપનામાં ભગવાન વિષ્ણુએ તેને દર્શન આપ્યાં હતાં.

રવિવાર અને કામિકા એકાદશીના યોગમાં શિવજી, વિષ્ણુજી, સૂર્યદેવ સાથે જ તુલસીની પૂજા કરો. રવિવારે તુલસીનો સ્પર્શ કરવો નહીં. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને ચુંદડી ચડાવીને માતાજીની ભાવપૂર્વક આરતી કરો. 

  • Follow us on: