આજથી પવિત્ર શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ચુક્યો છે ભક્તો મોટી સંખ્યામાં માતાજીની પૂજા અર્ચના કરવા પહોંચી રહ્યા છે. આસ્થા અને ઉલ્લાસ સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના થમ દિવસે, ભક્તો દિલ્હીના કાલીકાજી મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે. દર્શન કરવા ભક્તો ઉમટી રહ્યા છે.  શ્રાાદ્ધ પક્ષની સમાપ્તી અને આજે રવિવારથી મા શકિતનું આરાધનાનું પર્વ એટલે આદ્યશકિત જગત જનની જગદંબા માતાજીના નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે.


[[$googlead]]

નવરાત્રિ પર્વ નિમિતે માતાજીને વિશેષ શણગાર કરાશે

માઇ મંદિરોમાં નવરાત્રિ પર્વ નિમિતે માતાજીને વિશેષ શણગાર તથા જવારા સહિત માતાજીનું ઘટ સ્થાન કરવામાં આવશે. માઇ ભકતો દ્વારા એકટાણું તેમજ નકોરડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરીને માઇમય બની જશે. રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં ઘટ સ્થાપન, અખંડ જયોતનું સ્થાપન કરવામાં આવશે. દરરોજ સવારે 8 વાગે મંગળા આરતી અને સાંજે 6 થી 9 કલાક રાસ ગરબા યોજાશે.ત્યારબાદ નૃત્ય આરતી દર્શન થશે. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવશે. 

[[$alsoread]]

આજથી આદ્યશક્તિની આરાધના, સાધના અને ઉપાસનાના મહાપર્વના પ્રારંભ

હિંદુ ધર્મમાં આદ્યશક્તિનું આગવું અને અનેરૂં મહત્વ છે. આજથી આદ્યશક્તિની આરાધના, સાધના અને ઉપાસનાના મહાપર્વના પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન મહાશક્તિની આરાધના અને ઉપાસના માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે. નવ દિવસના નવલી નવરાત્રિ મહોત્સવને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના પ્રજાજનો મનભરીને માણશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના ખેલૈયાઓ નવરાત્રિના પર્વની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને આજથી આતુરતાનો અંત આવશે. 

જમ્મુ અને કાશ્મીરમા આવેલ કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરે જવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રથમ દિવસે પ્રાર્થના કરવા માટે પહોંચી રહ્યા છે. ભક્તોનું હૈયે હૈયુ દળાઇ તેવી સ્થિતિ છે.

 "અમે યુપીના મુઝફ્ફરનગરથી અહીં આવ્યા છીએ. નવરાત્રિના અવસરે અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.." એક ભક્ત કહે છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં અષ્ટભુજા માતાના મંદિરે પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અહી મોટી સંખ્યામાં ભક્તો દૂરદૂરથી માતાના દર્શન કરવા આવી રહ્યા છે.

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાં નવરાત્રિના પ્રથમ દિવસના અવસરે મા દુર્ગા મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. 

યાત્રાધામ ડાકોર મંદિરમાં જવારાનું સ્થાપન કરાશે

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં નવલી નવરાત્રિ પર્વ નિમિતે રવિવારે સવારે શણગાર આરતી બાદ જવારાનું સ્થાપન કરાશે મંદિરના શાકઘર ખાતે સેવક દ્વારા શકિતસ્વરૂપે જવારાનું સ્થાપન કરાશે નવરાત્રિ દરમિયાન સવાર સાંજ દીપ ,ધૂપ સહિત પૂજા અર્ચના કરવામાં આવશે. દશેરાના દિવસે જવારાને શ્રીજીના મસ્તક ઉપર ધરાવવામાં આવશે.. મંદિરમાં વર્ષો થી પરંપરા મુજબ વર્ષોથી આસો નવરાત્રિમાં જવારાનું સ્થાપન કરવામાં આવે છે. જયારે શ્રાધ્ધપક્ષ દરમિયાન નિત્ય મંદિરમાં ભગવાનના વિવિધ અવતારો અને લીલાઓ અંગેના ચિત્ર રંગોળીની સાજી કરવામાં આવી હતી.શનિવારે સાજી પર્વની સમાપ્તી થઇ હતી. રવિવારે નવરાત્રિના પ્રથમ દિવસે રંગોળી સાજીને સાંજે ભંડારી મહારાજના સાંનિધ્યમાં વાજતે ગાજતે પવિત્ર ગોમતી તળાવમાં વિસર્જન કરવામાં આવશે. 

  • Follow us on: