- સિદ્ધિવિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળા ગણેશજી
- ગણેશજીની આવી મૂર્તિ ધરાવતા મંદિરોને સિદ્ધિપીઠ કહેવામાં આવે છે
- સિદ્ધિવિનાયકને ખરા દીલથી ભજવાથી ભક્તોની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય
સિદ્ધિવિનાયક એ ભગવાન ગણેશનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે, જેમાં તેમની સૂંઢ જમણી તરફ વળેલી છે, ગણેશજીની આવી મૂર્તિ ધરાવતા મંદિરોને સિદ્ધિપીઠ કહેવામાં આવે છે, અને તેથી તેઓને સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે સિદ્ધિવિનાયકને ખરા દીલથી ભજવાથી ભક્તોની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.
આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના દરવાજા દરેક ધર્મના લોકો માટે ખુલ્લા છે
મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સિદ્ધિવિનાયક મંદિરની મૂળ રચના પહેલા ખૂબ નાની હતી. ઉપરાંત, મંદિરનું પ્રારંભિક માળખું માત્ર ઇંટોથી બનેલું હતું, જેમાં ગુંબજ આકારનું શિખર પણ હતું. પાછળથી આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને તેનું કદ વધાર્યું.
સિદ્ધિ વિનાયક મંદિરમાં મંગળવારે યોજાતી આરતી ખૂબ જ પ્રખ્યાત છે
ગણપતિ બાપ્પાના સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ 19 નવેમ્બર 1801ના રોજ લક્ષ્મણ વિથુ પાટીલ નામના સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે આ મંદિરના નિર્માણ માટે જરૂરી પૈસા એક ખેડૂત મહિલાએ આપ્યા હતા, કહેવાય છે કે તે મહિલાને કોઈ સંતાન ન હતું, તે મહિલાએ બાપ્પાના મંદિરના નિર્માણમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે ઈચ્છતી હતી કે મંદિરમાં આવીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા પછી કોઈ સ્ત્રી વાંઝણી ન રહે, દરેકને એક બાળક થાય.
મંદિરમાં દર્શન કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.
આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરના દરવાજા દરેક ધર્મના લોકો માટે ખુલ્લા છે, અહીં કોઈ પણ પ્રકારની મનાઈ નથી. સિદ્ધિ વિનાયક મંદિરમાં મંગળવારે યોજાતી આરતી ખૂબ જ પ્રખ્યાત છે જેમાં 2 કિલોમીટર સુધી ભક્તોની લાઈન લાગે છે.
પ્રતિમાનો આકાર કેવો છે?
ભગવાન ગણેશજીની મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે જેની સૂંઢ જમણી બાજુ છે. અહીં ભગવાન ગણેશજી તેમની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે. આ મૂર્તિઓ એકદમ આકર્ષક લાગે છે. મંદિરમાં દર્શન કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.
સમૃદ્ધ મંદિર
સિદ્ધિવિનાયક મંદિરની ગણતરી ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાં થાય છે, આ મંદિરને દર વર્ષે 100 મિલિયનથી 150 મિલિયન રૂપિયા દાન તરીકે મળે છે. આ મંદિરની દેખરેખ રાખનારી સંસ્થા મુંબઈનું સૌથી ધનિક ટ્રસ્ટ છે.