• ગાયના ઘીનો દીવો શુભ
  • તેલનો દીવો મનોકામનાની પૂર્તિ માટે છે
  • ઘીનો દીવો દેવી દેવતાની જમણી બાજુ રાખવો

હિંદુ ધર્મમાં પૂજાના સમયે દીવો કરવાની પરંપરા છે. દીવો કરીને પૂજા કરવી અને આરતી કરવાથી પ્રભુ ભક્તિ કરી શકાય છે. તમે અનેકવાર જોયું હશે કે કેટલાક લોકો ઘીનો દીવો કરે છે અને કેટલાક તેલનો કરે છે. તેલમાં પણ કાળું તેલ અને સરસિયાના તેલનો દીવો કરવામાં આવે છે. તો જાણો પૂજામાં કયો દીવો કરવાનું યોગ્ય છે. આ માટેના નિયમ જાણીને પૂજા કરાશે તો અનેક લાભ થશે.

શુભ માનવામાં આવે છે ઘીનો દીવો

ગાયના ઘીનો દીવો શુભ માનવામાં આવે છે. તેને પ્રગટાવવાથી નકારાત્મકતા અને વાસ્તુદોષ દૂર થાય છે. રોજ ઘરમાં ઘીનો દીવો કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે.

દીવો કરવાના નિયમ અને મહત્ત્વ

1. ધાર્મિક ગ્રંથોમાં ઘી અને તલનું તેલનું વર્ણન છે. ઘીનો દીવો કરવાથી દેવી -દેવતા પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. વાસ્તુદોષ દૂર રહે છે અને ધનલાભ થાય છે.

2. ઘીનો દીવો દેવી દેવતાને સમર્પિત છે. જેમકે તેલનો દીવો મનોકામનાની પૂર્તિ માટે કરાય છે.

3. જૂના સમયમાં ઘી ન હોય તો તલના તેલનો દીવો કરવો. આ દીવો દેવી દેવતાની ડાબી બાજુ કરવો.

4. તેલના દીવામાં લાલ દોરાની દીવેટનો ઉપયોગ કરો. તલના તેલના દીવામાં લાલ કે પીળી દિવેટ પણ લગાવી શકાય છે.

5. ઘીનો દીવો હંમેશા રૂની સફેદ ઊભી દીવેટ યૂઝ કરો.

6. ઘીનો દીવો દેવી-દેવતાની જમણી બાજુ રાખવો.

7. દીવાની જ્યોત પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. પૂર્વ દિશામાં દીવાની જ્યોત ઉંમરમાં વધારો અને ઉત્તરમાં ધનલાભ કરાવે છે. જ્યારે પશ્ચિમમાં હોવાથી દુઃખ અને દક્ષિણમાં હોવાથી હાનિ કરશે.

8. તલ કે સરસિયાનું તેલનો દીવો શનિદેવ માટે કરાય છે. સૂર્યદેવ અને કાળ ભૈરવ માટે સરસિયાનું તેલ ભરીને દીવો કરો.

9. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીના તેલનો દીવો કરો. 

  • Follow us on: