નવા વર્ષ 2025ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઘણા લોકોએ નવા વર્ષ માટે પ્લાનિંગ પણ શરૂ કરી દીધું હશે. ઘણા લોકો પોતાની યોજનાઓને સાકાર કરવા માટે ગ્રહોની ચાલ, યોગ, સંયોગ, શુભ સમય વગેરે પર ધ્યાન આપતા હશે. ચાલો જાણીએ વૈદિક જ્યોતિષના તે 4 ગ્રહોની ગતિમાં થતા ફેરફારો વિશે જે ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, પરંતુ જીવનને ખૂબ જ ઊંડી અને વ્યાપક રીતે અસર કરે છે. આ ગ્રહો શનિ, રાહુ, કેતુ અને ગુરુ છે.


વર્ષ 2025માં ગ્રહોનું નક્ષત્ર કે રાશિ પરિવર્તન

શનિ ગોચર 2025

કર્મનો સ્વામી અને ન્યાયાધીશ શનિ કુંભ રાશિમાં સ્થિત છે. આ વર્ષે એટલે કે 2024માં શનિએ રાશિ પરિવર્તન નથી કર્યુ. આવતા વર્ષે એટલે કે 2025માં શનિદેવ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં સુધી નક્ષત્ર પરિવર્તનની વાત છે, તેઓ બે વાર નક્ષત્ર બદલશે. તેઓ 28મી એપ્રિલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને 3જી ઓક્ટોબરે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ભ્રમણ કરશે.

ગુરુ ગોચર 2025

વર્ષ 2025માં દેવગુરુ ગુરુ ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે. ગુરુ 14 મેના રોજ મિથુન રાશિમાં, 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં અને 5 ડિસેમ્બરે ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં સુધી નક્ષત્ર પરિવર્તનની વાત છે ત્યાં સુધી 3 વખત નક્ષત્ર પરિવર્તન થશે. તેઓ 10 એપ્રિલે મૃગશિર્ષ નક્ષત્ર, 14 જૂને આર્દ્રા અને 13 ઓગસ્ટ, 2025ના રોજ પુનર્વસુ નક્ષત્રમાં ભ્રમણ કરશે.

રાહુ ગોચર 2025

છાયા ગ્રહ રાહુ 30 ઓક્ટોબર, 2023થી મીન રાશિમાં સ્થિત છે. આ વર્ષે એટલે કે 2024માં રાહુએ રાશિ પરિવર્તન કર્યુ નથી. વર્ષ 2025માં રાહુ ગ્રહ 18 મેના રોજ કુંભ રાશિમાં ભ્રમણ કરશે. જ્યાં સુધી નક્ષત્ર પરિવર્તનની વાત છે, તેઓ બે વાર નક્ષત્ર બદલશે. રાહુ ગ્રહ 24 ફેબ્રુઆરીએ પૂર્વા ભાદ્રપદમાં અને 23 નવેમ્બરે શતભિષા નક્ષત્રમાં ભ્રમણ કરશે.

કેતુ ગોચર 2025

વર્ષ 2025માં કેતુ ગ્રહના ભ્રમણની વાત કરીએ તો કેતુ 18 મેથી સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યાં સુધી નક્ષત્ર પરિવર્તનની વાત છે, રાહુની જેમ તે પણ બે વાર નક્ષત્ર બદલશે. રાહુ ગ્રહ 7 ફેબ્રુઆરીએ હસ્તમાં અને 10 નવેમ્બરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે.

  • Follow us on: