7 જૂને ગ્રહોના સેનાપતિ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે જે આત્મબળ, નેતૃત્ત્વ, તેજસ્વીતા અને પ્રતિક માનવામાં આવે છે. મંગળ સાહસ, ઉર્જા, પરાક્રમ અને યુદ્ધનો કારક છે. જ્યારે સિંહ જેવી રાશિ અગ્નિ તત્વની રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી એક શક્તિશાળી અને ઉર્જાવાન સંયોગની રચના થાય છે.


સિંહ રાશિમાં મંગળ ગોચરની અસર

સિંહ રાશિમાં મંગળનું ગોચર જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટીએ ખુબજ મહત્ત્વપૂર્ણ છે . મંગળ અને સૂર્ય બંને અગ્નિપ્રધાન હોવાથી આ બંને ઉગ્ર ગણાય છે. જ્યારે મંગળ સૂર્યની રાશિમાં આવે છે. તો એક રાજયોગ જેવી સ્થિતિ સર્જાય છે, જે જાતકોને નેતૃત્વનો અવસર, સાહસિક નિર્ણય લેવામાં મદદ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરાવે છે. આ ગોચરથી આ રાશિને મકાન,વાહન અને ધન-સંપત્તિમાં વધારો તેમજ સમાજમાં ઉચ્ચ સ્થાનના યોગ છે.

મેષ રાશિ

 આરાશિના જાતકોને આ યોગ ખુબ સારૂ પરિણામ આપશે. તમારા જૂના સંકલ્પો સિદ્ધ થવાનો અવસર આવીગયો છે. નવા વાહન ખરીદી શકશો. સંપત્તિમાં રોકાણ કરી શકશો. ભૂમિ કે ભવન સાથે જોડેલા અટવાયેલા કામ થવા લાગશે. કાર્યક્ષેત્રમાં પ્રગત્તિ થશે. જેનાથી જવાબદારીઓ વધશે. અચાનક નાણાકીય લાભ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા લીધેલ નિર્ણય સપના સાકાર તરફ દોરી જશે. નેતૃત્ત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. તમારો નિર્ણય સ્પષ્ટ રાખી શકશો, સફળતાનો ભરપૂર સાથ મળી જશે.

સિંહ રાશિ

આ રાશિમાં મંગળનો પ્રવેશ ધાર્યા કામ કરશે. આત્મવિશ્વાસથી છલોછલ નિર્ણય લેશો. વ્યક્તિત્વમાં નિખાર આવશે. ચારેબાજુ તમારી પ્રશંસા થશે. તમારૂ મન શાંત થશે. આવકના નવા સ્ત્રોત મળશે. પ્રોપર્ટી ડીલ કરી શકશો. અટવાયેલા નાણા પરત મળી શકશે. ઘર -પરિવાર સાથે કોઇ સારી જગ્યાએ પ્રવાસ પર જઇ શકશો. આર્થિક સ્થિતિમાં સતત સુધારો થશે. જીવનમાં નવા ઉત્સાહનો સમય આવશે. 

  • Follow us on: