જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોનું વિશેષ મહત્વ છે અને તમામ ગ્રહો 12 રાશિઓને અલગ-અલગ રીતે પ્રભાવિત કરે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ

, રાહુ અને કેતુ દ્વારા સમયાંતરે નક્ષત્ર અને રાશિચક્ર બદલાય છે. આનાથી વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસર થઈ શકે છે. નવેમ્બર મહિનામાં નક્ષત્ર અને રાશિ પરિવર્તન એક-બે નહીં પરંતુ 7 ગ્રહોનું ગોચર થશે. આ મહિને શનિ માર્ગી રહેશે અને કેટલાક ગ્રહો તેમની રાશિ બદલશે અને કેટલાક એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

નવેમ્બરમાં મોટા ગ્રહો ક્યારે કરશે ગોચર ?

વૈદિક કેલેન્ડર મુજબ નવેમ્બરમાં 7 ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. આ સમયગાળા દરમિયાન, વિવિધ ગ્રહો રાશિ અને નક્ષત્ર બદલશે.

7 નવેમ્બર, 2024 ના રોજ, સુખ અને સમૃદ્ધિના દેવતા શુક્ર તેની રાશિ બદલશે. આ સમય દરમિયાન શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે.

10 નવેમ્બર, 2024 ના રોજ, છાયા ગ્રહ રાહુ નક્ષત્ર બદલશે. આ દરમિયાન રાહુ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.

કેતુ 10 નવેમ્બર 2024 ના રોજ નક્ષત્ર બદલશે. આ દરમિયાન રાહુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે.

15 નવેમ્બર, 2024 ના રોજ, કર્મનો સ્વામી શનિ માર્ગી થશે.

16 નવેમ્બર, 2024 ના રોજ, ગ્રહોનો રાજા, સૂર્ય, તેની રાશિ બદલશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે.

ગ્રહોનો રાજકુમાર બુધ 26 નવેમ્બર, 2024ના રોજ માર્ગી થશે.

28 નવેમ્બર 2024 ના રોજ, દેવગુરુ ગુરુ નક્ષત્ર બદલશે. આ સમય દરમિયાન તે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.

ગોચર થવુ એટલે શું?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગોચર શબ્દ મૂળ 'ગમ' પરથી ઉતરી આવ્યો છે જેનો શાબ્દિક અર્થ થાય છે "ચલતા". ગોચરમાં "ચર" શબ્દનો અર્થ છે 'ગતિમાં હોવું'. આ રીતે, ગોચરાનો અર્થ "સતત ફરવુ થાય છે. ગ્રહો ચોક્કસ સમયગાળા માટે એક રાશિમાં રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોના આ ગોચરને ગ્રહોનું રાશિ પરિવર્તન કહેવામાં આવે છે.

માર્ગી અને વક્રીનો અર્થ શું છે?

માર્ગી એટલે સીધા રસ્તે ચાલવું. જ્યારે વક્રી એટલે ગ્રહની વિપરીત ગતિ. જો કોઈ ગ્રહ આગળ વધવાને બદલે પાછળ જાય છે, તો તેને વક્રી અવસ્થા કહેવામાં આવે છે. જો ગ્રહ સીધી ગતિમાં હોય તો તે સ્થિતિને માર્ગી ગ્રહ કહેવામાં આવે છે. માર્ગી એટલે સીધી ગતિમાં આગળ વધવુ. 

  • Follow us on: