વૈદિક પંચાગ મુજબ સમયાંતરે ગ્રહો રાશિચક્રની સાથે નક્ષત્રોમાં ફેરફાર કરે છે, જેની અસર માનવ જીવનની સાથે સાથે દેશ અને દુનિયા પર જોવા મળે છે. 12 જાન્યુઆરી, રવિવારે જ્યારે છાયા ગ્રહ રાહુ ઉત્તર ભાદ્રપદના બીજા સ્થાનેથી રાત્રે 9.11 વાગ્યે પ્રથમ સ્થાનમાં પ્રવેશ કરશે, ત્યારે મંગળ રાત્રે 11.52 વાગ્યે પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે. આ બંને ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ રાશિની સંપત્તિ સડસડાટ વધશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...


વૃષભ રાશિ

રાહુ અને મંગળના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. તેમજ જીવનમાં ખુશીઓ આવશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. જો તમે કોઈ વાતને લઈને ચિંતિત છો તો તેનાથી રાહત મળી શકે છે. તમને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સમયે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે રાહુ અને મંગળનું નક્ષત્ર પરિવર્તન સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને તેમના સહકાર્યકરો અને વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. આનાથી કારકિર્દીમાં પ્રગતિ થશે. વેપારી લોકો માટે આ સમય શુભ છે. પુષ્કળ પૈસા આવશે અને આવક વધશે. આ સમયગાળા દરમિયાન તમે મોટુ સાહસ કરી શકો છો કોઈપણ મિલકત અને વાહન ખરીદી શકો છો. તમને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે.

ધન રાશિ

રાહુ અને મંગળનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારી આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. નોકરી કરતા લોકો માટે આ સમય સારો સાબિત થશે. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. 

  • Follow us on: