દેવગુરુ મે મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મે મહિનો તમામ રાશિઓ માટે મહત્વનો રહેવાનો છે. કારણ કે આ મહિનામાં ગુરુ, રાહુ અને કેતુ ઉપરાંત શુક્ર, બુધ અને સૂર્ય પણ પોતાની રાશિ બદલી બીજી રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ 14 મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં ગુરુનું ગોચર તમામ બાર રાશિઓ પર અસર કરશે. જ્યારે કેટલીક રાશિઓને ગુરુનું ગોચર શ્રેષ્ઠ ફળ આપશે. ગુરુનો ગોચર સામાન્ય રીતે 1 વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને તેની અસર વિધ્યાર્થીઓ, ધંધાકીય લોકો, સંબંધો અને આરોગ્ય પર પડતી હોય છે. દેવગુરુ ગુરુ હાલમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને હવે આ મહિનાની 14 તારીખના રોજ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં ગુરુનો પ્રવેશ તમામ 12 રાશિઓમાથી કેટલીક રાશિઓનું નસીબ બદલશે તેમનો ભાગ્યોદય થશે. તમામ બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓને ગુરુનું ગોચર વધુ શુભ ફળ આપશે.
કન્યા : આ રાશિના લોકો માટે ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે. ગુરુનું આ ગોચર કન્યા રાશિના કર્મભાવ એટલે કે આ જાતકોની રાશિના દસમા ભાવથી થશે. મિથુરા રાશિમાં ગુર ગ્રહનો પ્રવેશ આ જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં સારી સફળતા અપાવશે. 14 મે પછી આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અથવા તો નવી નોકરી માટે ઉત્તમ તકો મળવાની શક્યતા છે. તેમજ ગુરુનું ગોચર આ જાતકોની આવકમાં વધારો થવાના પણ સંકેતો છે. સુખ-શાંતિમાં વધારો થવાની શક્યતા છે. લાભ મેળવવાની પુષ્કળ તકો મળશે. જે લોકો અપરિણીત છે તેમને સારા લગ્ન પ્રસ્તાવ મળી શકે છે.













