વૈદિક જ્યોતિષ શાસ્ત્રોનુસાર ધન, વૈભવ, પ્રેમ, વૈવાહિક જીવન, સંબંધ, પ્રેમ, કલાના સ્વામી ગ્રહ શુક્ર છે. તો વિવાહ, બુદ્ધિ, જ્ઞાન, ભાગ્ય, ધર્મ, શિક્ષા, સંતાન અને સમૃદ્ધિના સ્વામી ગ્રહ ગુરુ છે. કોઇ એક રાશિમાં એકસાથે બિરાજમાન થવા પર શુક્ર અને ગુરુની યુતિ બને છે. આગામી દિવસોમાં ગુરુ-શુક્રની યુતિ બનશે. અને તેનાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. અને તે 26 દિવસ સુધી બની રહેશે. 12 રાશિઓમાંથી માત્ર 3 રાશિઓ માટે આ યુતિ લાભકારી સાબિત થશે.
ગજલક્ષ્મી રાજયોગની સમય મર્યાદા કેટલી?
ગજલક્ષ્મી રાજયોગ 26 દિવસ સુધી બની રહેશે. મિથુન રાશિમાં ગુરુ ગોચર પછી શુક્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ બન્ને ગ્રહોની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. 26 જુલાઇ 2025થી 21 ઓગષ્ટ 2025 સુધી ગુરુ-શુક્રની યુતિ બનશે. અને ગજલક્ષ્મી રાજયોગ રહેશે. જે રાશિઓ માટે ફાયદાકારક રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગજલક્ષ્મી રાજયોગ લાભકારી રહેશે. શુક્ર-ગુરુની યુતિથી ધન પ્રાપ્તિના યોગ બનશે. સંતાન તરફથી ખુશખબર મળી શકે છે. ધન-સંપત્તિમાં વધારો થશે. રોકાણ માટે નવા માર્ગ ખુલશે. યોગ્ય સમય રહેશે. આત્મવિશ્વાસ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે ગજલક્ષ્મી રાજયોગ સારો રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી મહેનતનું ફળ તમને જોવા મળશે. મન પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે યોજનાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે નવી જવાબદારીઓ સંભાળવી પડી શકે છે. સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહેશે. ખર્ચ ઘટશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમે પ્રગતિ કરી શકશો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે શુક્ર અને ગુરુ ગ્રહની યુતિ ફાયદાકારક રહેશે. ગજલક્ષ્મી રાજયોગને કારણે સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમે તમારા કરિયરમાં સફળતા મેળવી શકો છો. રોકાયેલા પૈસા પાછા મળી શકે છે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. મન કોઈ વાતને લઈને ખુશ રહેશે. લગ્નજીવન સુખી રહેશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે.